ઉત્તર કોરિયા પર US દ્વારા લગાવાયો સૌથી મોટો પ્રતિબંધ

અમેરિકા સહિત દુનિયા ભરની ચેતાવણી છતાં સતત પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ કરનારા ઉત્તર કોરિયા વિરુધ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાની શિપિંગ ઇન્ડસ્ટ્રી અને ટ્રેડિંગ કંપનીઓ પર ઘણા પ્રતિબંધ લગાવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પ શાસનની તરફ ઉત્તર કોરિયા વિરુધ્ધ કરવામાં આવેલી આ સૌથી મોટી કાર્યવાહી છે. અમેરિકાની ટ્રેજરી ડિપાર્ટમેન્ટ જે 28 જહાજ અને નૌપરિવહન સાથે જોડાયેલી જે 27 કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો છે તે ઉત્તર કોરિયા, ચીન અને સિંગાપુરમાં રજીસ્ટર્ડ થયેલી છે. અમેરિકાએ ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમને રોકવા માટે આ કાર્યવાહી કરી છે.

જો કે ટ્રમ્પ પ્રશાસન આ કાર્યવાહીથી બંને દેશો વચ્ચે તણાવ એકવાર ફરીથી વધી શકે છે. શુક્રવારે એક કોન્ફરન્સને સંબોધન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે અમે ઉત્તર કોરિયા પર હજી પણ વધારે પ્રતિબંધ લગાવાની તૈયારી કરી રહ્યાં છે. આ અત્યાર સુધીમાં લગાવામાં આવેલ પ્રતિબંધોમાં સૌથી મોટો પ્રતિબંધ છે.

You might also like