PoK માટે ઇન્દિરા ગાંધી હૂમલો કરે તેવી અમેરિકાને આશંકા હતી

નવી દિલ્હી : અમેરિકી ગુપ્તચર એઝન્સી સીઆઇએની તરફથી હાલમાં જ જાહેર કરાયેલા દસ્તાવેજોથી ખ્યાલ આવે છે કે 1971માં અમેરિકાને લાગતું હતું કે ઇન્દિરા ગાંધઈ પીઓકે પર કબ્જો કરવા માટે સેનાને આદેશ આપી શકે છે. દસ્તાવેજ અનુસાર બાંગ્લાદેશનાં નિર્માણ બાદ ઇન્દિરા ગાંધી પશ્ચિમ પાકિસ્તાન પર હૂમલાનાં આદેશ આપે તેી આશંકા અમેરિકાને હતી.

ભારતે 1971નાં યુદ્ધમાં પાકિસ્તાનનાં પૂર્વ હિસ્સાને પાડોશી દેશથી અલગ કરીને બાંગ્લાદેશની રચનામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. સીઆઇએનાં રિપોર્ટ અનુસાર ભારત અને પાક વચ્ચે તણાવ અંગે વોશિંગ્ટનમાં ઉચ્ચ સ્તરીય રિપોર્ટ અનુસાર પશ્ચિમ પાકિસ્તાનની સૈન્ય તાકાતને તબાહ કરવાની સ્થિતીને પહોંચી વળવા માટે અમેરિકા રણનીતિ તૈયાર કરી રહ્યું હતું.

પૂર્વી પાકિસ્તાનમાં ભારતની સૈન્ય કાર્યવાહીને ધ્યાને રાખી ભારત અને પાકિસ્તાનનાં સંબંધો બગડવાનાં કારણે અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરી એ. કિંસિજરની અલગ અળગ સંભાવનાઓ પર પણ ચર્ચા કરી હતી.

You might also like