Categories: World

US દગાબાજ પાકિસ્તાનને શસ્ત્રો વેચવાનું બંધ કરેઃ અમેરિકી સાંસદો

વોશિંગ્ટન: અમેરિકન સાંસદોએ એવી માગણી કરી છે કે અમેરિકા પાકિસ્તાન જેવા ચુગલીખોર દેશોને હથિયાર વેચે નહીં. સાંસદોએ એવું પણ જણાવ્યું છે કે પાકિસ્તાન સતત ત્રાસવાદીઓને સપોર્ટ કરી રહ્યું છે અને એટલા માટે તેના પર ભરોસો મૂકી શકાય નહીં. અમેરિકાના એક મુખ્ય સાંસદે પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુર‌િક્ષત અડ્ડો અને કટ્ટરવાદી ઇસ્લામિક વિચારસરણીનો ગઢ હોવાનું જણાવ્યું છે.

અમેરિકન સાંસદોએ એવો આક્ષેપ કર્યો છે કે સુરક્ષા એજન્સીઓ અફઘાનિસ્તાને અ‌સ્થિર કરનાર અને ભારત માટે ખતરો ઊભો કરનાર ત્રાસવાદી જૂથોની મદદ કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૧૪ વર્ષમાં અમેરિકાએ પાકિસ્તાનને રૂ.૧૮ર૦ અબજની મદદ કરી છે.

સાંસદ ટેડ પોએ ઓસામા બિન લાદેનને અબોટાબાદમાં મારી નાખવાની ઘટનાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને ચુગલીખોર ગણાવ્યું હતું. અમેરિકન ગૃહની વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ એડ રોયસે જણાવ્યું હતું કે સેન બર્નાડીના એટેકમાં સામેેલ તશ્ફીન મલિકના પાકિસ્તાન કનેકશન અંગે કોઇ શંકા નથી. તશ્ફીન પાકિસ્તાનની એક સ્કૂલમાં જ ભણી હતી અને તેણે કટ્ટરવાદને પ્રોત્સાહન આપ્યું હતું. એક અન્ય સાંસદ ડાના રોહા બ્રાશરે પાકિસ્તાનને દગાબાજ ગણાવ્યું છે.

admin

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

22 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

23 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

23 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

23 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

23 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

23 hours ago