Categories: World

US પ્રમુખની ચૂંટણી પહેલાં અાતંકી હુમલાની શક્યતા

વોશિંગ્ટન: આગામી દિવસોમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલાં અલ કાયદા મોટા આતંકી હુમલા કરી શકે તેમ હોવાની શક્યતા વ્યકત થઈ રહી છે. આતંકીઓ ન્યૂયોર્ક ટેકસાસ અને વર્જિનિયામાં મોટા હુમલાને અંજામ આપી શકે તેમ છે. તેવી યુએસના ઈન્ટેલિજન્સ ઓફિશિયલ્સે સ્થાનિક સત્તાવાળાને ચેતવણી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં નવમી નવેમ્બરે ચૂંટણી થવાની છે. ત્યારે આ ચેતવણીને ધ્યાનમાં લઈને એફબીઆઈએ જણાવ્યું છે કે તે આવા હુમલાનો સામનો કરવા તૈયાર છે.

સમાચાર સંસ્થા રોઈટરે જણાવ્યું હતું કે સીબીએસ ન્યૂઝે ગઈ કાલે બિન સત્તાવાર સૂત્રોના હવાલાથી આપેલા એક રિપોર્ટમાં આવી માહિતી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ટેલિજન્સ ઓફિશિયલ્સે આ સંભવિત હુમલાને લઈને જોઈન્ટ ટેરરિઝમ ટાસ્ક ફોર્સને એલર્ટ કરી દીધી છે. જોકે એફબીઆઈએ આ મામલે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી. પંરતુ તેણે એક નિવેદનમાં જણાવ્યું છે કે તે આવા કોઈ સંભવિત હુમલાનો જવાબ આપવા સતર્ક છે અને અમેરિકા પરના કોઈપણ પ્રકારના હુમલાને રોકવા તે સક્ષમ છે.

એફબીઆઈ ફેડરલ,સ્ટેટ અને લોકલ લો એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે મળી તમામ પ્રકારના ખતરાની કડી મેળવવા સક્રિય છે. જોકે રોઈટરે એમ પણ જણાવ્યું છે કે અમેરિકન હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રયા આપવામાં આવી નથી.

હાલ હિલેરી કિલન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કસોકસનો જંગ જામે તેવી શક્યતા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં તનાવની સ્થિતી જોવા મળી છે તેથી કોઈ જગ્યાએ હિંસક અથડામણ થઈ શકે તેવી સંભાવના છે. તેમજ ક્મ્પ્યૂટર હૈકિંગ પણ થઈ શકે છે.આ ઉપરાંત રશિયા અને અન્ય બીજા દેશો દ્વારા ચૂંટણી પર વિપરીત અસર પડે તે માટે ખોટા સમાચાર અને અફવા ફેલાવવામાં આવે તેવી પણ શક્યતા છે. આવી તમામ સ્થિતીને ધ્યાનમાં લઈને મતદાન પહેલા સિક્યોરીટી એજન્સીઓ તૈયારી કરી રહી છે.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

11 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

11 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

11 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

11 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

11 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

12 hours ago