US: ટેનીસીના નૈશવિલામાં બંદૂકધારીએ કર્યું ફાયરિંગ, ચારના મોત

અમેરિકાના ટેનેસી રાજ્યના પાટનગર નૈશવિલના બહારી વિસ્તારમાં એક નિઃવસ્ત્ર શખ્સે એક રેસ્ટોરાં બહાર ફાયરિંગ કર્યું હતું જેમાં ચાર લોકોના મોત નિપજ્યાં છે, જ્યારે ચાર અન્ય ઇજાગ્રસ્ત થયા છે. મેટ્રોપોલિટન નૈશવિલે પોલિસ વિભાગના નિવેદન મુજબ આ ઘટના નૈશવિલેના દક્ષિણ-પૂર્વી ઉપનગર એનિટોચમાં વેફલે હાઉસના એક રેસ્ટોરાંની બહાર થઇ.

અમેરિકાના ટેનેસીની રાજધાની નૈશવિલેમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. નૈશવિલેમાં એક રેસ્ટોરન્ટ બહાર ફાયરિંગ કરતાં 4 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. દક્ષિણ પૂર્વીય નૈશવિલેના એનિઓચના વૈફલે હાઉસ રેસ્ટોરન્ટ પર આ હુમલો થયો હતો.

જોકે બાદમાં એક વ્યક્તિએ બંદૂકધારીના હાથમાંથી રાઈફલ છીનવી લીધી હતી અને બંદૂકધારી ફરાર થઈ ગયો હતો. હુમલાખોરની ઓળક 29 વર્ષીય ટ્રેક્સિ રેંકિંગના રુપમાં થઈ છે. આ હુમલાખોર ઇલિનોઇસના મોર્ટનમાં નિવાસી હતો. આ ગામ એનિઓચના ઉત્તરમાં 724 કિલોમીટર દૂર આવેલું છે.

પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ શખ્સ કાર લઇને હુમલો કરાવ્યો પહોંચ્યો હતો. આ કાર રેકિંગના નામે રજિસ્ટર્ડ છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

You might also like