ફેડે વ્યાજદર યથાવત્ રાખ્યા

અમદાવાદ: અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસની બેઠક બાદ વ્યાજના દરમાં કોઇ જ ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. વ્યાજદર યથાવત્ ૧થી ૧.૨૫ ટકા રાખ્યો છે, જોકે ચાલુ વર્ષના અંતમાં વ્યાજના દરમાં વધારો કરવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે આ અગાઉ યુએસ ફેડરલ રિઝર્વે ૧૫ જૂને મળેલી બેઠકમાં વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

દરમિયાન ફેડરલ રિઝર્વનાં ચેરપર્સન જેનેટ યેલેને ચાલુ વર્ષે ત્રણ વાર વ્યાજના દરમાં વધારો કરવાના સંકેતો આપ્યા હતા, જોકે માર્ચ અને જૂનમાં વ્યાજના દરમાં વધારો કરવામાં આવ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજના દર યથાવત્ રાખવાના નિર્ણયના પગલે આજે એશિયાઇ બજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં ૧૧૫ પોઇન્ટનો સુધારો નોંધાયો હતો, જ્યારે હેંગસેંગ અને તાઇવાન શેરબજાર ઇન્ડેક્સ પણ પોઝિટિવ ખૂલ્યો હતો, જોકે સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઇન્ડેક્સ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી શેરબજાર ઇન્ડેક્સ રેડ ઝોનમાં ખૂલ્યો હતો.

You might also like