F-16 વિમાન માટે અમેરિકાએ પાકિસ્તાન પાસેથી માંગ્યું પૂરું પેમેન્ટ

વોશિંગટન: ટોપ અમેરિકી સેન્ટરો દ્વારા પાકિસ્તાનને આઠ એફ 16 ફાઇટર પ્લેન્સના વેચાણ માટે પોતાના કરદાતાઓ પૈસાના ઉપયોગ અટકાવી દીધો છે. ઓબામાં પ્રશાસનએ પાકિસ્તાનને આ વિમાન ખરીદવા માટે પૂરી કિંમત આપવા માટે કહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જ્હોન કિર્બીએ સોમવારે રેગ્યુલર પ્રેસ કોન્ફેન્સ સંમેલનમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસને વેચાણ માટે મંજૂરી આપી દીધી છે, પરંતુ મહત્વપૂર્ણ સભ્યોએ સ્પષ્ટ કર્યું છે કે તે આ સમર્થન માટે એફએમએફના ઉપયોગ પર આપત્તિ કરે છે. કોંગેસની આપત્તિઓને જોતા અમને પાકિસ્તાનીઓએ કહ્યું એક તેને એ માટે પોતાના રાષ્ટ્રીય કોષને રજૂ કરવા જોઇએ.’

જો કે કિર્બીએ કહ્યું નથી કે આ નિર્ણય ક્યારે લેવામાં આવ્યો અને તેના વિષયમાં પાકિસ્તાનને ક્યારે કહેવામાં આવ્યું. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના 70 કરોડ ડોલરની અનુમાનિત કિંમત પર આઠ લડાકૂ વિમાન વેચવાના પોતાના વિચાર માટે કોંગ્રેસને 11 ફેબ્રુઆરીનું સૂચન કર્યું હતું. ભારત સરકારે આ પગલાનો વિરોધ કર્ય હતો અને તેને આ બાબતમાં પોતાનો વિરોધ દાખલ કરાવવા માટે ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્માને સમન્સ આપ્યું હતું.

અમેરિકી સેનેટર અને શક્તિશાળી સેનેટ ફોરેન રિલેશન કમિટીના ચેરમેન બોક કોકરના નેતૃત્વમાં ટોપ અમેરિકી લોમેકર્સએ આ ડીલને અટકાવી દીધી હતી. તેમનું કહેવું છે કે ઓબામાં પ્રશાસન પાકિસ્તાનની સાથે આ ડીલમાં અમેરિકાના કરદાતાઓના પૈસા આપી શકશે નહીં. તેની સાથે જ તેમને આ ડીલનો વિરોધ કરતાં કહ્યું હતું કે પાકિસ્તાની આતંકી સંગઠનો વિરુદ્ધ જોઇએ તેવા પગલા લઇ રહ્યા નથી. તેઓએ કહ્યપં હતું કે પાકિસ્તાન આતંકવાદને આશ્ર આપે છે.

ગત અઠવાડિયે અમેરિકાના લોમેકર્સએ કોંગ્રેસ સાથે ચર્ચા દરમિયાન કહ્યું હતું કે તેમને એ વાતને લઇને આશંકા છે કે પાકિસ્તાન F 16નો ઉપયોગ આતંકવાદમાં ભારત વિરુદ્ધ કરી શકે છે.

You might also like