Video : અફઘાનિસ્તાનમાં આ રીતે ફેંકાયો મહાબોમ્બ

વોશિંગ્ટન : અમેરિકાની તરફથી ગુરૂવારે અફઘાનિસ્તામાં ઇસ્લામિક સ્ટેટ પર ફેંકાયેલા અત્યાર સુધીનાં સૌથી મોટા બોમ્બનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ ટ્વિટર હેન્ડલ પર બહાર પાડવામાં આવ્યો છે. અમેરિકી સેનાની તરફથી બહાર પડાયેલ પ્રેસ રીલિઝમાં જણાવાયું છે કે સાંજે 7.32 વાગ્યે અફઘાનિસ્તાનાં નાનગરહર વિસ્તારનાં અછિલ જિલ્લામાં મધર ઓફ ઓલ બોમ્બ ફેંકવામાં આવ્યો.

અમેરિકી સેનાનાં અનુસાર આઇએસની વિરુદ્ધ થયેલી આ કાર્યવાહી હેઠળ આતંકવાદી સંગઠનનાં સ્થળો અને સુરંગોને નિશાન બનાવવામાં આવી. અમેરિકી સેનાએ કહ્યું કે આ હૂમલો કઇ રીતે કરવામાં આવ્યો. જેમાં નાગરિકોનાં મોત શક્ય તેટલા ઓછા થાય.જેનાથી નાગરિકોને ઓછામાં ઓછુ નુકસાન હોય અને આતંકવાદીઓને કડકાઇથી ઉકેલવામાં આવે.

અફઘાનિસ્તામાં અમેરિકી સેનાનાં કમાન્ડર જોન. ડબલ્યૂ નિકોલસને કહ્યું કે આઇએસઆઇએસનું નુકસાન વધ્યું છે. તે પોતાની સુરક્ષાને મજબુત કરવા માટે આઇઇડી, બંકર અને ટનલ્સનો ઉફયોગ કરી રહ્યા હતા. હૂમલાને યોગ્ય ઠેરવતા તેમણે કહ્યું કે આતંકવાદી સંગઠનનો ઉકેલ આ રીતે જ શક્ય છે.

You might also like