Categories: World

US માં મુસ્લિમ સમજી ભારતીયના સ્ટોરને સળગાવવાનો કર્યો પ્રયાસ

ફ્લોરિડા: છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયો પર સતત હુમલા થઇ રહ્યા છે. એક વખત ફરીથી અમેરિકામાં એવી જ ઘટના સામે આવી છે, ફ્લોરિડામાં એક વ્યક્તિએ ભારતીય અમેરિકાના વ્યક્તિને મુસ્લિમ સમજીને એમના સ્ટોરને સળગાવવાનો પ્રયાસ કર્યો છે.

ભારતીય પર હુમલો કરનાર વ્યક્તિનું નામ રિચર્ડ લોયડ જાણવા મળ્યું છે, પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી છે. રિચર્ડના અનુસાર એ અરબના લોકોને દેશમાંથી બહાર નિકાળવા માંગે છે, એ કારણથી એણે હુમલો કર્યો.

સૂત્રઓ દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત શુક્રવારે 64 વર્ષના વ્યક્તિએ સ્ટોર સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. એણે સ્ટોરની નજીક કચરાપેટીમાં આગ લગાવી હતી. અમેરિકાની પોલીસે રિચર્ડ પર ગુનાહિત આગ લગાવવા માટેનો ચાર્જ લગાવ્યો છે.

નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયો પર હુમલા વધી રહ્યા છે, થોડાક દિવસો પહેલા જ 32 વર્ષીય ભારતીય એન્જીનિયર શ્રીનિવાસન કુચીભોતલા ફાયરિંગમાં મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત ટ્રેનમાં ભારતની એક્તા દેસાઇની છેડતી કરવામાં આવી હતી.

http://sambhaavnews.com/

Krupa

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

12 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

13 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

13 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

15 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

16 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

17 hours ago