US ઓલિમ્પિયન નીકળી ‘હાઈપ્રોફાઇલ કોલગર્લ’

લાસવેગાસઃ અમેરિકાના રમત જગતને એ સમયે જબરદસ્ત આંચકો લાગ્યો, જ્યારે ત્રણ વાર ઓલિમ્પિકમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલી સુઝી ફેવર હેમિલ્ટન એક હાઈપ્રોફાઇલ કોલગર્લ હોવાનો ખુલાસો થયો. ૨૦૧૨માં ‘ધ સ્મોકિંગ ગન’ના એક પત્રકારે સુઝી હાઈપ્રોફાઇલ કોલગર્લ હોવાનો ખુલાસો કર્યો હતો. પત્રકારે જણાવ્યું હતું કે સાત વાર મિડલ ડિસ્ટન્સની નેશનલ વિજેતા રહી ચૂકેલી સુઝી રાત્રે લાસ વેગાસમાં કોલગર્લનું કામ કરતી હતી. સુઝીની એક કલાકની ફી ૪૦-૫૦ હજાર રૂપિયા હતી.
સુઝી ક્યારે, કેમ અને કેવી રીતે કોલગર્લ બની એ વાત હજુ સુધી કોઈ જાણતું નથી. આગામી મહિને ૧૪ સપ્ટેમ્બરે સુઝીની ઓટોબાયોગ્રાફી લોન્ચ થવાની છે. બે દિવસ પહેલાં જ સુઝીએ સોશિયલ સાઇટ પર જણાવ્યું, ”મારી બુક ‘First Girl: A Life Spent Running from Madness’ ૧૪ સપ્ટેમ્બરે લોન્ચ થવાની છે. આ સાથે જ મારા અંગે અનુત્તર રહેલા તમામ સવાલોના જવાબ મળી જશે. બુકને લઈને હું ઘણી ઉત્સાહિત છું.”ઓલિમ્પિક ૧૯૯૨, ૧૯૯૬ અને ૨૦૦૦માં સુઝીએ અમેરિકા માટે મિડલ ડિસ્ટન્સ (૪૦૦, ૮૦૦, ૧૫૦૦ મીટર) રેસમાં દોડી હતી, જોકે તેના ખાતામાં એક પણ ઓલિમ્પિક મેડલ નથી. સૂત્રો અનુસાર ૨૦૧૧માં સુઝીએ નામ બદલીને કેલી લૂંડી નામથી હેલી હેસ્ટન પ્રાઇવેટ કલેક્શન માટે કેટલાક વીડિયો શૂટ કરાવ્યા હતા. બસ, ત્યાંથી જ તેની કોલગર્લ બનવાની કહાણી શરૂ થઈ. એક વર્ષ બાદ ડિસેમ્બરમાં એક જર્નાલિસ્ટને તેની બીજી જિંદગી અંગે જાણવા મળ્યું.. જ્યારે બેવડી જિંદગીનો ખુલાસો થયો તો સુઝી તૂટી ગઈ. તેણે આપઘાતની પણ કોશિશ કરી. એવા સમયમાં તેના પતિ માર્ક હેમિલ્ટને સુઝીને ઘણો સાથ આપ્યો. માર્કે બંને બાળકોને સંભાળવા ઉપરાંત સુઝીને પણ ફરીથી જીવન જીવવા માટે પ્રેરિત કરી હતી.કોલગર્લ હોવાનો ખુલાસો થયા બાદ સુઝીએ કહ્યું હતું, ”મારા પતિ માર્ક હેમિલ્ટનને મારી આ જિંદગી અંગેની જાણકારી છે. તે જાણતો હતો કે આ બધું હું કરું છું.” કોલગર્લ હોવાની જાણ થયા બાદ ઘણી કંપનીઓએ તેની સાથેના કોન્ટ્રેક્ટ તોડી નાખ્યા હતા એટલું જ નહીં, સુઝીને મળેલા ઘણા ખિતાબ પણ તેની પાસેથી છીનવી લેવાયા હતા.
You might also like