USમાં પાટીદારો કરશે મોદીનો વિરોધ: હાર્દિક પણ યાત્રા યોજવા મક્કમ

અમદાવાદ : ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન મુદ્દે હાલ ભારે વિમાસણભરી પરિસ્થિતી સર્જાઇ છે. આંદોલન બે ભાગમાં વહેંચાઇ ગયુંછે. હાર્દિક પટેલ એક પછી એક ભડકાઉ કોમેન્ટ કરી ર્હોય છે. ત્યારે હવે અમેરિકામાં પણ પાટીદાર અનામત્ત આંદોલનની આગ પહોંચી ગઇ છે. મોદીની અમેરિકા યાત્રામાં એનઆરઆઇ પાટિદારો પણ વિરોધ કરે તેવી હાલક થયા બાદ ત્યાનાં પાટીદારોએ પણ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. આ આંદોલનને અમેરિકામાં વસતા શીખો અને જૈનો સહિતનાં સવર્ણ સમુહો દ્વારા ટેકો જાહેર કરવમાં આવ્યો હતો. જેનાં કારણે હાલ પરિસ્થિતી ભારે વિમાસણભરી સર્જાઇ છે. 

વિદેશી પાટીદારોનો દાવો છે કે અનામત આંદોલનમાં મહિલાઓ અને બાળકો પર જે પ્રકારનું વલણ અખત્યાર કરવામાં આવ્યું તેવું તો કદાચ અંગ્રેજ સરકાર હોત તો પણ ન કરી શકી હોત.તેઓએ ગુજરાતનાં પાટીદારોને ન્યાય અપાવવા માટે આ આંદોલનને વૈશ્વિક ફલક પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમેરિકામાં વસતા પાટીદારો સહિત સવર્ણ ગુજરાતીઓ જોડાયા છે. તેઓએ આ મુદ્દાને યુએનમાં પણ ઉઠાવે તેવી શક્યતા છે.

હાલ તો હાર્દિક પટેલે પણ સરકારને હાંકલ કરી છે કે મંજુરી આપવી હોય તો આપો નહી તો રવિવારે તો ઉંધી દાંડી યાત્રા તો યોજાઇને જ રહેશે. એક વખત યાત્રા કેન્સલ કર્યા બાદ હવે હાર્દિક પટેલ પોતાની રેલી યોજવા માટે મક્કમ છે અને મહિલાઓ દ્વારા હાર્દિકને ટેકો આપવામાં આવ્યા બાદ હાર્દિક પટેલે ફરીએકવાર પાટીદારોને રેલીમાં જોડાવા હુંકાર કર્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીનાં કલેક્ટર દ્વારા યાત્રાને યોજવા માટેની મંજુરી મળી શકી નથી પરંતુ હાર્દિક પટેલે મોટા પ્રમાણમાં પાટીદારોને આ રેલીમાંજોડાવા માટે હાંકલ કરી છે. પાટીદારોએ કોઇ પણ ભોગે આ યાત્રા યોજીને જ રહેશે તેવો વિશ્વાસ પણ હાર્દિકે વ્યક્ત કર્યો છે. 

You might also like