UPSCમાં ગુજરાતીઓએ વગાડ્યો ડંકો,મમતા પોપટ દેશમાં 45મા ક્રમે

અમદાવાદઃ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCની પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતીઓએ મેદાન માર્યું છે. સમગ્ર દેશમાં 45મા ક્રમ સાથે કેશોદની મમતા પોપટે સફળતા હાંસલ કરી છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહેલી મમતા હાલ ડેપ્યુટી કલેક્ટર તરીકે ટ્રેનિંગ મેળવી રહી છે. મમતાએ અગાઉ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે GPSCની પરીક્ષા પાસ કરી છે. અને હવે UPSC પાસ કરતા આનંદ વ્યક્ત કર્યો હતો.

આપને જણાવી દઇએ કે,ગત વર્ષે UPSCમાં ગુજરાતના 16 વિદ્યાર્થી ઉર્તિણ થયા હતા. જ્યારે આ વર્ષે 20 વિદ્યાર્થી સફળ થયા છે. વીટીવી સાથેની ખાસ વાતચીતમાં મમતાએ પોતાની સફળતા માટે સખત પરિશ્રમ અને શિક્ષકોને શ્રેય આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, UPSCનું પરિણામ જાહેર થઈ ગયું છે, અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હતો એ વાતને હરિયાણાની અનુકુમારી સાબિત કરી છે. હરિયાણાની અનુકુમારીએ UPSCની એક્ઝામમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. અનુ કુમારીએ ચોથા પ્રયત્ને આ સફળતા મેળવી છે. અગાઉ પણ આ એક્ઝામમાં અનુ ફક્ત થોડા જ માર્કસથી પાછળ રહી ગયા હતા. પરંતુ આ વખતે સખત પરિશ્રમ કરી સફળ બન્યા છે.

મહત્વની વાત એ છે કે, અનુ 4 વર્ષના બાળકની માતા પણ છે. પોતાના બાળક અને ઘરની જવાબદારી સંભાળવાની સાથે સાથે તેઓ રોજ 10થી12 કલાક સમય અભ્યાસ પાછળ વીતાવતા હતા. તેઓએ દિલ્હી યુનિવર્સિટીના ફિજીક્સમાં ગ્રેજ્યુએટ કર્યું છે અને IMT નાગપુરથી MBAનો અભ્યાસ પણ કર્યો છે. અનુ કુમારીનું કહેવું છે કે, કંઈપણ મેળવવું હોય તો તેના માટે દ્રઢ મહેનત જરૂરી છે. જો તમે એવું કરી શકો છો તો ચોક્કસ સફળ થઈ શકો છો અને તેને કોઈ રોકી શકતુ નથી. મારી સાથે પણ કંઈ આવુ જ બન્યું છે. હું મારા પહેલા પ્રયાસમાં આ એક્ઝામ ક્લીયર કરી શકી હતી નહીં.

તો આ એક્ઝામમાં હૈદરાબાદના અનુદીપ દુરીશેટ્ઠીએ ટોપ કર્યં છે. જે 2014ની બેંચના ઈન્ડિયન રેવન્યુ સર્વિસ ઓફિસર છે. તો દેશભરમાંથી 110 લોકોએ આ પરીક્ષામાં બાજી મારી છે. તો આ એક્ઝામમાં 9.5 લાખ કેન્ડિડેટે ભાગ લીધો હતો. જેમાંથી 2568 કેન્ડિડેટ્સને જ પર્સનાલિટી ટેસ્ટની તક મળી હતી.

You might also like