UPSC 2015: સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર, ટીના ડાબીએ કર્યું ટોપ

નવી દિલ્હી: યૂનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા 2015નું અંતિમ પરિણામ જાહેર કરી દીધું છે. ઉમેદવાર યૂપીએસસીની વેબસાઇટ પર જઇને પરિણામ જોઇ શકે છે.

પરિણામ જોવા માટે લિંક: http://www.upsc.gov.in/

પહેલા નંબર પર ટીના ડાબી (રોલ નંબર: 0256747), બીજા નંબર પર આમિર ઉલ સાહરી ખાન અખ્તર (રોલ નંબર:0058239) અને ત્રીજા સ્થાન પર જસમીત સિંહ સંધુ (00105512) છે.

યૂપીએસસીએ સફળ ઉમેદવારોની યાદી પોતાની વેબસાઇટ પર જાહેર કરી દીધી છે. તમને જણાવી દઇએ કે લેખિત પરીક્ષાનું આયોજન ડિસેમ્બર 2015 અને ઇન્ટરવ્યૂનું આયોજન માર્ચ-એપ્રિલ 2016ના મહિનામાં કરવામાં આવ્યું હતું.

કુલ 1078 ઉમેદવારોને આ પરીક્ષામાં સફળતા મળી હતી. જનરલ કેટેગરીના 499 ઉમેદવાર, ઓબીસી કેટેગરીના 314 ઉમેદવાર, એસસી કેટેગરીના 76 ઉમેદવાર અને એસટી કેટેગરેના 89 ઉમેદવારોએ સફળતા પ્રાપ્ત કરી છે.

1. ટીના ડાબી
2. અતહર આમીર ઉલ શફીખાન
3. 0010512- જસમીત સિંઘ સંધુ
4. અર્તિકા શુક્લા
5. શશાંક ત્રિપાઠી
6. આશિષ તિવારી
7. શરણ્યા અરી
8. કુભેંજકર યોગેશ વિજય
9. કરણ સત્યાર્થી
10. અનુપમ શુક્લા

જાણો UPSC ટોપર ટીના વિશે:
22 વર્ષની ટીનાએ દિલ્હી યૂનિવર્સિટીના લેડી શ્રીરામ કોલેજમાંથી પોલીટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે ડીયૂના 2011-2012ના સેશનની પોલિટિકલ સાયન્સની ટોપર પણ રહી છે અને તેના દ્વારા સ્પષ્ટ થાય છે કે આ વિષયમાં તેનો કેટલો ઉંડો રસ છે. પોતાની સફળતા પર ટીનાનું કહેવું છે કે અનુભવોમાંથી સીખવાની પ્રક્રિયા હજુ શરૂ થઇ છે અને તે આગળ વધવા માટે ખૂબ ઉત્સાહીત છે. તેણે 11મા ધોરણમાં જ સિવિસ સર્વિસિઝની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તે ખૂબ મહેનત કરી રહી હતી પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે ટોપ કરશે.

બીજાને પણ સફળતા માટે પ્રેરિત કરતી ટીના ડાબીએ કહ્યું કે કઠીન મહેનતથી દરેક સફળતા પ્રાપ્ત કરી શકે છે.

UPSCના બીજા ટોપર અતહર માટે પોતાનું સપનું સાચું કરવા જેવું છે:
તો બીજી તરફ દક્ષિણ કાશ્મીર અનંતબાગના રહેવાસી 23 વર્ષીય અતહરે પોતાના બીજા પ્રયત્નમાં આ સફળતા પ્રાપ્ત કરી છે. આ પહેલાં 2014માં પોતાના પહેલાં પ્રયત્નમાં તેણે ઇન્ડીયન રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS)માં સફળતા મળી હતી. તે હાલમાં ઇન્ડીયન રેલવે ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટ્રાંસપોર્ટ મેનેજમેન્ટ, લખનઉમાં ટ્રેનિંગ કરી રહ્યો છે.

પોતાની સફળતા પર ખુશી વ્યક્ત કરતાં અતહરે જણાવ્યું કે ‘આ સપનું સાચું થવા જેવું છે. હું લોકોના સારા માટે કામ કરીશ. હું ઇચ્છું છું કે મને મારા રાજ્યના લોકો માટે કામ કરવાની તક મળશે.’

સિવિલ સર્વિસ એક્ઝામિનેશન રૂલ્સ  16 (4) & (5) અનુસાર 172 ઉમેદવારોની રિઝર્વ યાદી તૈયાર કરવામાં આવી છે. પાસ થનાર ઉમેદવારોના નંબર યૂપીએસસીની વેબસાઇટ પર 15 દિવસમાં જાહેર કરવામાં આવશે.

You might also like