Categories: India

યુપીમાં મિશન ૨૫૬ પ્લસ માટે આજથી ભાજપની પરિવર્તન યાત્રાનો પ્રારંભ

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મિશન ૨૫૬ પ્લસ અભિયાન માટે આજથી ભાજપની પરિવર્તન યાત્રાનો આરંભ થઈ રહ્યો છે, જેમાં સહારનપુરમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કરાવશે ત્યારે અહેવાલ મુજબ ભાજપ દ્વારા આગામી છ માસમાં આવી ચાર યાત્રા કાઢવાનું આયોજન થયું છે.

ભાજપની આ પરિવર્તન રથયાત્રાના મુખ્ય આગેવાન તરીકે રાજનાથ સિંહ, કલરાજ મિશ્ર, ઉમા ભારતી અને કેશવપ્રસાદ મૌર્ય રહેશે. આ ઉપરાંત પરિવર્તન રથયાત્રા દરમિયાન રથ પર વડા પ્રધાન મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત માત્ર ચાર નેતાઓની જ તસવીર જોવા મળશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચાર નેતાઓ કે જેઓ અલગ અલગ વર્ગમાંથી આવે છે તેમને આગળ ધપાવી ભાજપ યુપીમાં મતદારોને સંદેશ આપવાનો પ્રયાસ કરશે.

બીજી તરફ એવા સંકેત મળી રહ્યા છે કે ભાજપે આ વખતે મુખ્યપ્રધાનના ઉમેદવારની જાહેરાત કર્યા વિના મોદીને આગળ રાખી અન્ય ચાર ચહેરા સાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. આ દરમિયાન દર મહિનાના આખરી રવિવારે મન કી બાત કરનારા મોદી હવે યુવાનોના મનની વાત શરૂ કરવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી યુપી અને અન્ય રાજ્યની ચૂંંટણીને ધ્યાનમાં લઈને આવી શરૂઆત કરશે.

આવી જ રીતે ભાજપની બીજી પરિવર્તન યાત્રાનો આવતી કાલ રવિવારથી ઝાંસીથી આરંભ થશે. આ યાત્રાના શુભારંભ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગૃહપ્રધાન રાજનાથ સિંહ, ઝાંસીના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી, કલરાજ મિશ્ર, પ્રદેશ પ્રભારી ઓમપ્રકાશ માથુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. દિનેશ શર્મા, પ્રદેશ અધ્યક્ષ કેશવપ્રસાદ મૌર્ય તથા પછાતવર્ગ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો. એસ.પી. સિંહ બધેલ પણ હાજરી આપશે. આ યાત્રા આઠમી નવેમ્બર સુધી બંુદેલખંડ વિસ્તારમાં ફરશે.

divyesh

Recent Posts

આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે હર જબાન પર

વાત ભલે શહેરમાં તેમના લંચની હોય કે સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટની. આપણા બોલિવૂડ સ્ટાર્સ ક્યારેય ખૂલીને વાત કરતા નથી.…

16 hours ago

નવા બાપુનગરમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ ત્રણ ઝડપાયા

અમદાવાદ: શહેરના નવા બાપુનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ગેરકાયદે ચાલી રહેલ ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ…

16 hours ago

ધો.12ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 21મીથી લેટ ફી ભરવી પડશે

અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં લેવાનારી ધો.૧ર કોમર્સ, સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે હાલ વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ભરવાની કામગીરી ચાલી રહી…

16 hours ago

સાબરમતીના કિનારે બુદ્ધની 80 ફૂટની પ્રતિમાનું નિર્માણ કરશે

ગાંધીનગર:  દેશના સૌથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાજ્યમાં નિર્માણ થયા બાદ હવે અમદાવાદ શહેરની નજીક સાબરમતી નદીના કિનારે વિરાટ ૮૦ ફૂટની…

16 hours ago

ગાંધીનગર જતાં હવે હેલ્મેટ પહેરજો આજથી ઈ-મેમો આપવાનું શરૂ

અમદાવાદ: અમદાવાદથી ગાંધીનગર જતા હજારો નાગરિકોએ હવે આજથી ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. ગાંધીનગરની હદમાં પ્રવેશતાં જ વાહનચાલક સીસીટીવી…

16 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના લાભાર્થીના ઘૂંટણ- થાપાના રિપ્લેશમેન્ટની સહાયમાં ઘટાડો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો, કોર્પોરેટરો અને તેમના આશ્રિતોની સારવાર દરમ્યાન અપાતી ઘૂંટણ અને થાપાની ઇમ્પ્લાન્ટ…

16 hours ago