UPમાં આજથી ‘મીટબંદી’, કતલખાના પર યોગીના એક્શની અસર

લખનઉઃ ગેરકાયદેસર કતલખાના વિરૂદ્ધ યોગી સરકાર કાર્યવાહીના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં મીટ કારોબારી આજથી અનિશ્ચિત સમય સુધી હડતાલ પર જઇ રહ્યાં છે. જોકે આ હડતાલ ગેરકાયદેસર રીતે છેલ્લાં બે દિવસથી ચાલી રહી છે. પરંતુ સોમવારથી તેને રાજ્યભરમાં અમલમાં મૂકવામાં આવી છે. સત્તાધિશોની કામગીરીને કારણે મોટાભાગની મીટની દુકાનો બંધ હોવાને કારણે હવે માંસ વ્યાપારિયોના સંગઠને રાજ્ય ભરમાં હડતાળ કરીને સરકારના આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં રસ્તની ફૂટપાથો પર દુકાનો ખોલીને માંસ વેચાઇ રહ્યું હતું. ઉત્તર પ્રદેશમાં સ્લોટર હાઉસ અને ગેરકાયદેસર કતલખાના પર પાબંદી બાદ હવે નાના દુકાનદારો પર પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે પોલીસ પણ સક્રિય થઇને માંસના વ્યાપારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યાં છે.

પોલીસ મહાર્નિદેશક જાવીદ અહેમદે પણ સૂચના આપી છે કે રસ્તાના કિનારે ચાલતા મટન ચિકનના વ્યવસાયને બંધ કરવામાં આવે. તેમણે કહ્યું કે જે લોકો પાસે આ વ્યવસાયનું લાયસન્સ છે. તે પણ આ રીતે ખુલ્લામાં વ્યવસાય ન કરો. વ્યાપારીઓ દુકાનની બહાર માંસ લગાવવાની જગ્યાએ દુકાનની અંદર તેને ઢાંકીને રાખે.

http://sambhaavnews.com/

You might also like