Categories: India

UP ચુંટણી LIVE: 15 જિલ્લાની 73 સિટો માટે વોટિંગ શરૂ, 839 ઉમેદવાર મેદાનમાં

લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શનિવારે સવારથી શરૂ થઇ ગયું છે. શાંતિપૂર્ણ મતદાન માટે પ્રસાશન તરફથી તૈયારી કરવામાં આવી છે. કેટલાક સંવેદનશીલ બુથ પર વીડિયોગ્રાફીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પહેલા ચરણમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશના 15 જિલ્લાની 73 વિધાનસભા સીટો પર સવારથી વોટિંગ શરૂ થઇ ગયું છે.

મથુરાના બીજેપી ઉમેદવાર શ્રીકાંત શર્માએ વોટિંગ કર્યું છે. બાગપતના બારોતમાં વોટિંગ કરવા આવનાર લોકોને ગુલાબ આપવામાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે કેટલીક જગ્યા પર ઇવીએમ મશીન ખરાબ હોવાના સમાચાર પણ સામે આવ્યાં છે. મથુરાના ગોવર્ધન વિસ્તારમાં બુથ નંબર 42, બાગપથની બુથ નંબર 119 અને 120 તથા હાપુડના ફ્રી ગંજ રોડ બુથ નંબર 110 પર ઇવીએમ મશીન ખરાબ હોવાને કારણે વોટિંગ શરૂ કરી શકાયું નથી. આ ઉપરાંત આગરામાં હોમ સાયન્સ ઇન્સ્ટિટ્યુટ પોલિંગ સ્ટેશન પર બુથ નંબર 184માં લાઇટ ન હોવાને કારણે વોટિંગમાં સમસ્યા આવી રહી છે.

બુથમાં નાના બલ્બ હોવાને કારણે સમગ્ર રૂમમાં અંધારૂ છે. તેવામાં વોટિંગ લિસ્ટમાં મતદાતાઓને ઉમેદવારની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે. એક તરફ બુથ પર વોટિંગ માટે લાઇનો લાગી છે. તો બીજી તરફ વિવિધ પક્ષના ઉમેદવારો મંદિરમાં જઇને પૂજા કરી રહ્યાં છે. મેરઠના બીજેપી પ્રત્યાક્ષી લક્ષ્મીકાંત વાજપઇ પરિવાર સાથે સવારે મંદિરમાં પૂજા કરવા ગયા હતા. આજે 839 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાં 77 મહિલાઓ પણ છે. સુરક્ષાને લઇને અહીં ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

Navin Sharma

Recent Posts

ઘેર બેઠા બનાવો ટેસ્ટી અને પૌષ્ટિક આઇટમ ફ્રૂટ લસ્સી

સૌ પ્રથમ તમારે ફ્રુટ લસ્સી બનાવવા માટે આપે ઢગલાબંધ સિઝનેબલ ફળોનો ઉપયોગ કરવો પડશે. તમને આજે અમે ફ્રૂટ લસ્સી કઈ…

12 hours ago

ભગવાન શિવ બાદ રામની શરણે રાહુલ ગાંધી, જઇ શકે છે ચિત્રકૂટ

ન્યૂ દિલ્હીઃ તાજેતરમાં જ થોડાંક દિવસો પહેલાં જ માનસરોવર યાત્રાએથી પરત ફરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી હવે ભગવાન રામની શરણે…

13 hours ago

રાજકોટ ખાતે વડોદરા PSIનાં આપઘાત મામલે કરણીસેનાનો ઉગ્ર વિરોધ

રાજકોટઃ વડોદરાનાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર અજયસિંહ જાડેજાનાં આપઘાત મામલે કરણીસેનાએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચક્કાજામ કરીને કરણીસેનાએ…

14 hours ago

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન, લોકોને ગરમીથી રાહત

ગુજરાતઃ ઓરિસ્સામાં હાહાકાર મચાવ્યાં બાદ 'ડેઈ તોફાને' હવે દેશનાં અન્ય રાજ્યોને પણ પોતાની લપેટમાં લઇ લીધાં છે. ત્યારે ડેઈ તોફાનને…

15 hours ago

સુરતઃ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનનાં પુતળાનું કોંગ્રેસ દ્વારા જાહેરમાં દહન

સુરતઃ શહેરમાં પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનનાં પુતળાનું દહન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂતળાનાં દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતનાં…

16 hours ago

વડોદરાઃ ડભોઇ ખાતે બે ટ્રકો સામસામે અથડાતાં એકનું મોત, ત્રણને બહાર કઢાયાં

વડોદરાઃ ડભોઈ તાલુકા અંબાવ ગામ નજીક બે ટ્રકો સામસામે ભટકાતાં ઘટના સ્થળે જ એકનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ૩…

17 hours ago