PM મોદીના ગઢ વારાણસી સહિત UPમાં 40 સીટો પર અંતિમ તબક્કાનું મતદાન

લખનઉઃ ઉત્તર પ્રદેશના સાત જિલ્લાઓમાં 40 સીટો પર હાલ મતદાન ચાલી રહ્યું છે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. યૂપી ચૂંણીના અંતિમ ચરણમાં 7  જિલ્લાની 40 સીટો પર વોટિંગ ચાલી રહ્યું છે. આ ચરણની ત્રણ વિધાનસભા સીટો (બુદ્ધી, રાબર્ટસગંજ અને ચકિયા) નકસલ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. આ કારણે અહીં મતદાન સાંજે 4 વાગે સમાપ્ત કરી દેવામાં આવશે. જ્યારે બાકીની 37 સીટો પર મતદાન સાજે 5 વાગ્યા સુધી ચાલશે.

આ તબક્કામાં ગાજીપુર, વારણસી, ચંદોલી, મિર્જાપુર, ભદોહી, સોનભદ્ર અને જૌનપુરની વિધાનસભા સીટો પર ચૂંટણી થઇ રહી છે. અંતિમ તબક્કામાં મતદાનને કારણે 7 જિલ્લામાં સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વારણસીમાં પોલિંગ બૂથ નંબર 68 પર બસપા નેતા સુજીત કુમાર મોર્યએ વોટિંગ કર્યું છે. મિર્ઝાપુરમાં નગર વિધાનસભાના બૂથ નંબર 260 પર ઇવીએમ ખરાબ હોવાના કારણે મતદાન રોકવામાં આવ્યું છે. હાલ સત્તાધીશો મશીન સરખુ કરી રહ્યાં છે. મિર્ઝાપુરમાં વોટિંગ બૂથ પર લાંબી કતારો જોવા મળી રહી છે.

યૂપીના અંતિમ તબક્કામાં કુલ 535 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 51 મહિલા ઉમેદવાર છે. આ ચરણમાં બીજેપી 32 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે ચાર ચાર સીટો પર સહયોગી દળ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીની છે. બીએસપીએ તમામ 40 સીટો પર પોતાના પ્રતિનીધી રાખ્યા છે. સપાએ 31 સીટો પર ઉમેદવાર રાખ્યા છે. જ્યારે કોંગ્રેસના 9 સીટો પર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like