PM મોદીને મળ્યા યોગી આદિત્યનાથ, મહત્વના મુદ્દાઓ પર થઇ ચર્ચા

નવી દિલ્હી: યૂપીના સીએમ યોગી આદિત્યનાથ સંસદ ભવનમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જાણવા મળી રહ્યું છે કે આ દરમિયાન મહત્વના મુદ્દાઓ પર બંને વચ્ચે ચર્ચા થઇ. યૂપીની સત્તા સંભાળ્યા બાદ દિલ્હીમાં પીએમ મોદી સાથે યોગીની પહેલી મુલાકાત થઇ.

યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પોતાની દિલ્હી મુલાકાત પર નાણામંત્રી અરુણ જેટલી સાથે પણ મુલાકાત કરી. ત્યારબાદ ભાજપના અધ્યક્ષ અમિત શાહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે પણ મુલાકાત કરી. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી.

પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહની લીલી ઝંડી મળ્યા બાદ મંત્રીઓના વિભાદને સાર્વજનિક કરવામાં આવશે. ભાજપ મંત્રીઓના વિભાગોને લઇને ઘણા સતર્ક છે. કેટલાક મંત્રીઓ પોતાની પસંદગીનું વિભાગ ઇચ્છે છે પરંતુ નેતૃત્વ એમની કાર્યક્ષમતાના આકલનની સાથે પારદર્શી વ્યવસ્થા ઇચ્છે છે.

સોમાવારે યૂપીના રાજ્યપાલએ મંત્રીઓને ચા ની પાર્ટી આપી હતી. શરૂઆતમાં અહીં સંકેત મળ્યા હતા કે પાર્ટી પૂરી થયા બાદ વિભાગોની જાણકારી આપવામાં આવશે. આ સંદર્ભમાં ભાજપના મહત્વપૂર્ણ સૂત્રોએ જણાવ્યું કે મંત્રીઓના વિભાગ પર ભાજપ અધ્યક્ષ સાથે મંથન માટે દિલ્હીમાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને ડો દિનેશ શર્મા દિલ્હી જશે. ત્યાં વિભાગ નક્કી થશે. ઉલ્લેખનીય છે કે મંત્રીઓ ના વિભાગોના સંદર્ભમાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ સોમવારે સંગઠન મહામંત્રી સુનીલ બંસલ સાથે પણ ચર્ચા કરી.

દેશની રાજધાની દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓને મળ્યા બાદ યોગી આદિત્યનાથ સાંજે પાંચ વાગ્યે લખનઉ માટે રવાના થઇ જશે. યોગી આદિત્યનાથયૂપીની ગોરખપુર સીટથી પાંચ વખત સાંસદ રહી ચુક્યા છે. 19 માર્ચે યોગી આદિત્યનાથએ યૂપીના સીએમ પદના શપથ લીધા.

http://sambhaavnews.com/

You might also like