J-K: ભાજપના નેતાના ઘરમાં ઘૂસ્યા આતંકવાદી, ગાર્ડ પાસેથી AK-47 છીનવી ફરાર

જમ્મૂ: જમ્મૂ-કાશ્મીરના ભાજપના નેતા અબ્દુલ રહમાન ચોપનના ઘરે મંગળવારે અચાનક કેટલાક સંદિગ્ધ આતંકવાદી ઘૂસ્યા, આ લોકોએ રહમાનના પીએસઓ પાસેથી એક-47 રાઇફલ છીનવી લીધી અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા. રહમાન બડગાંવ જિલ્લાના પંજન ક્ષેત્રમાં રહે છે. સંદિગ્ધ આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા બળોએ ઓપરેશન ચલાવ્યું છે, તો બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે ભાજપ નેતાના ઘરે મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોએ એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે 5-6 સંદિગ્ધ આતંકવાદી હતા. સવારે લગભગ 9 વાગે આતંકવાદીઓ ભાજપના નેતાના ઘરમાં ઘૂસી આવ્યા અને ત્યાં તૈનાત પીએસઓ બશીર અહમદ પાસેથી એકે-47 છીનવી ભાગી ગયા. ઘટના સમયે રહમાન પોતાના ઘરે જ હતા.

મુઠભેડમાં મૃત્યું પામ્યા હિઝબુલ આતંકવાદી
બીજી તરફ એક અન્ય ઘટનામાં ઉત્તરી કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળોની સાથે થયેલી એક મુઠભેડમાં આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનનો એક ટોચના કમાન્ડરનું મૃત્યું થયું છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે કુપાવાડા જિલ્લા સ્થિત નગરી હતમુલ્લામાં સુરક્ષાબળોની સાથે થયેલી ગોળીબારીમાં અહમદ વની ઉર્ફ જાન સાહિબનું મૃત્યું થયું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે પડોશી બારામુલા જિલ્લાના સોપારના રહેવાસી વની હિજબુલ મુઝાહિદ્દીનનો ડિવિજનલ કમાન્ડર હતો. તેમણે જણાવ્યું કે મુઠભેડની જગ્યાએથી એક એકે-47 રાઇફલ અને કેટલાક ગોળા બારૂદ મળી આવ્યા છે.

You might also like