Categories: Gujarat

યુનિ.ના હજારો વિદ્યાર્થીઓને સવા બે મહિનાથી પરિણામનો ઈન્તેજાર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવેમ્બર-ડિસેમ્બર માસમાં લેવાયેલી વિવિધ ફેકલ્ટીઅોની પરીક્ષાને સવા બે મહિના થવા અાવ્યા છતાં હજુ સુધી મોટા ભાગની ફેકલ્ટીનાં પરિણામ જાહેર થયાં નથી, જોકે અા અંગે યુનિવર્સિટીના અધ્યાપકો દ્વારા પેપર તપાસવામાં વિલંબ કરાતો હોવાના કારણે પરિણામ મોડાં જાહેર થાય છે. જ્યારે કુલપતિ અોછા સ્ટાફ અને સેનેટની ચૂંટણીને જવાબદાર ગણાવી રહ્યા છે, જોકે હકીકતમાં યુનિવર્સિટીના સત્તાધીશો તેમના અધ્યાપકો પાસેથી કામ કરાવવામાં ઊણા ઊતરી રહ્યા હોવાનું યુનિવર્સિટીના કર્મચારીઅોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત નવેમ્બર-ડિસેમ્બર, 2015માં બી.એ., બી.કોમ., બી.એસસી., એમ.એ., એમ.કોમ., એમ.એસસી., બી.એડ્., એમ.એડ્, બી.બી.એ., એલએલબી, સહિતની ફેકલ્ટીઅોના વિવિધ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં અાવી હતી. અા પર‍ીક્ષાને સવા બે મહિના થવા છતાં હજુ સુધી પરિણામ જાહેર કરવામાં અાવ્યાં નથી. અા અંગે યુનિવર્સિટીના અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ પરીક્ષાનાં પરિણામો મોડાં જાહેર થવા પાછળ પેપર તપાસવાની કામગીરીમાં અધ્યાપકો દ્વારા વિલંબ કરવામાં અાવી રહ્યો છે. એટલું જ નહીં કેટલાક અધ્યાપકો પેપર તપાસવા માટે તૈયાર થતા નથી, જેના કારણે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા અધ્યાપકોને પેપર તપાસવા માટે અાજીજી અને વિનંતીઅો કરવી પડે છે ત્યારે અધ્યાપકો પેપર તપાસવા માટે તૈયાર થાય છે અને તેમની મરજી મુજબ અને ઈચ્છા મુજબ પેપરો તપાસે છે. જોકે અા મામલે કુલપતિ દ્વારા કડક નિયમો બનાવવા જોઈએ તેવી માગણી પણ ઊઠવા
પામી છે.

અા અંગે ઈન્ચાર્જ પરીક્ષા નિયામક અને ડેપ્યુટી રજિસ્ટ્રાર રાજેશ પટેલે જણાવ્યું હતું કે દર વખતે પરિણામો બે-અઢી મહિને અાવે છે. જેમ જેમ અધ્યાપકો પેપર મોકલાવે છે તેમ તેમ પરિણામો તૈયાર થતાં જાય છે. અધ્યાપકો દ્વારા સમયસર પેપર મળતાં ન હોવાથી પરિણામ તૈયાર કરવામાં વિલંબ થાય છે.

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઅોનાં પરિણામ મોડાં જાહેર થવા અંગે કુલપતિ ડૉ. એમ. એન. પટેલે જણાવ્યું હતું કે અોછા સ્ટાફના કારણે અને યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીના કારણે પેપર તપાસવામાં વિલંબ થયો છે.  હવે ટૂંક સમયમાં એક પછી એક પરિણામો જાહેર થઈ જશે. જોકે અધ્યાપકો દ્વારા પેપર ચકાસણીમાં કરાતા વિલંબ સામે કોઈ કાર્યવાહી કરવામાં અાવશે કે કેમ? તે અંગેના પ્રશ્નનો જવાબ અાપવાનું ટાળ્યું હતું અને તેમણે કહ્યું હતું કે અોછા સ્ટાફના કારણે દર વખતે પરિણામો મોડાં જાહેર થાય છે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

12 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

13 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

13 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

13 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

13 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

14 hours ago