અકારણ ચિંતા

વર્ષો પછી એક મિત્ર લખે છેઃ “રોજ સવારે જાગું ત્યારે મને એવી લાગણી થાય છે કે આજે કાંઈક માઠા સમાચાર મળશે. રોજ સવારે જાગતાંવેંત મને એવી દહેશત રહે છે કે આજે કાંઈક ખરાબ બનશે. રોજ સવારે આવી દહેશતની લાગણીને લીધે મારો આખો દિવસ બગડી જાય છે. તમે તો ઘણું બધું વાંચો છો અને વિચારો છો તો મને, આળસ કર્યા વિના, વળતી ટપાલે જણાવો કે મને આવું કેમ થાય છે? આમ જુઓ તો સવારે આવી લાગણી થયા પછી ખરેખર આખા દિવસમાં ખાસ કશું ખરાબ બનતું નથી. પણ સવારે જાગતાવેંત દહેશતની જે લાગણી થાય છે તેની પકડમાંથી છૂટી શકતો નથી! તમે તો જૂના મિત્ર છો એટલે તમારાથી શું છુપાવવાનું.

પણ આવી લાગણી થયા પછી હું અહીં તહીંથી ભેગાં કરીને બધાં ગુજરાતી અખબારોમાં ‘આપની આજ’ વાંચી જાઉં છું અને જુદાં જુદાં અખબારોની એ બધી દૈનિક ભવિષ્યવાણીથી વધુ મોટા ગૂંચવાડામાં પડું છું! એક અખબારમાં મારી રાશિનું ભવિષ્ય એવું લખ્યું હોય છે કે ‘આજે તમારે વાહનના અકસ્માતથી ખાસ સંભાળવું. કોર્ટ-કચેરીના કામમાં પાછા પડશો. સંતાનો સાથે ઘર્ષણ થશે.’ પણ મારે તો કોર્ટ-કચેરીમાં કોઈ કેસ છે જ નહીં. નથી મેં કોઈની ઉપર કેસ કર્યો કે નથી કોઈએ મારી ઉપર કોઈ કેસ કર્યો! વાહનના અકસ્માત વિશે કહું તો મેં પાર્ટટાઈમ ડ્રાઈવર રાખેલો છે અને અમે પતિ-પત્ની કોઈક વાર દેવદર્શને જઈએ છીએ. સંતાન સાથેના ઘર્ષણની વાત કરીએ તો મારો દીકરો અને દીકરી બંને અમેરિકા છે અને મઝામાં છે. ઘર્ષણ જેવું તો કાંઈ છે નહીં!

વધુ મૂંઝવનારી બાબત એ છે કે દરેક અખબારમાં મારી રાશિનું ભવિષ્ય મોટા ભાગે તદ્દન વિરોધાભાસી હોય છે! આમાં શું સમજવું?” મેં મારા મિત્રને પત્ર દ્વારા તો નહીં પણ ફોન પર જણાવ્યું કે આમાં કશું સમજવા જેવું જ નથી. શાંતિથી જાતે વિચાર કરીને કોઈ પણ વ્યક્તએ સમજવું જાઈએ કે તમારી ચંદ્ર રાશિ કે સૂર્ય રાશિ જે હોય તે-આવી રાશિવાળી કેટલી વ્ય‌િક્તઓ હશે? તમારા જેવી જ ચંદ્ર રાશિ કે સૂર્ય રાશિવાળી લાખો વ્ય‌િક્તઓ હશે. એમાં કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ બાળક હશે. જુદાં જુદાં સ્થળે અને જુદીજુદી સામાજિક-આર્થિક અને કૌટુંબિક પરિ‌િસ્થતિમાં જીવતી હશે. હવે આ બધાને તમે વાંચો છો તે ‘આપની આજ’ કઈ રીતે લાગુ પડે?

મિત્રના પત્રનો જે મૂળ મુદ્દો છે તે તો દહેશતનો છે. આ બાબતમાં માણસે પોતે જ તન અને મનને જાતે જ ટટ્ટાર કરવાં પડે છે. શરીરની બાબતમાં, જિંદગીનાં સુખદુઃખની બાબતમાં શંકા અને ડરના ચક્કરમાં પડીએ તો તો જીવી જ ના શકાય. કોઈ પણ માણસ એવા વિચાર-તરંગમાં અટવાય કે કલાક પછી શું બનશે? ચાર કલાક પછી શું થશે? રાત્રે શું થશે? આમ જુઓ તો જીવન એક સંગ્રામ છે અને માણસે પોતે એક સ્વસ્થ અને શૂરવીર લડવૈયાના મિજાજથી જ તેનો સામનો કરવા તૈયાર રહેવું જાઈએ. આવી ‘તૈયારી’નો અર્થ એવો નથી કે બીજી ઘડી, બીજા કલાક કે બીજા દિવસે શું બનશે, તેના વિશે અકારણ ચિંતા અને ડર સેવવો. માણસમાં એટલું મજબૂત મનોબળ હોવું જાઈએ, ન હોય તો એવું મનોબળ કેળવવું જાઈએ કે કોઈ પણ પળે જે કાંઈ બને-સારું બને કે ખરાબ બને-હું કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પૂરેપૂરો સજ્જ છું!

કોઈ ખરાબ સમાચારથી જા આપણું હૃદય બેસી જાય અગર કોઈ એકદમ સારા સમાચારથી આપણી ઓચિંતી ખુશકિસ્મતીનો જારદાર ધક્કો હૃદયને લાગે તો હૃદયરોગનો હુમલો પણ સંભવી શકે છે! એટલે માણસે ખરેખર ‘સુખી’ થવું હોય અને કોઈ પણ અવસ્થામાં ‘સુખી’ જ રહેવું હોય તો ‘તીવ્ર નિરાશા’ અને ‘તીવ્ર ઉત્તેજના’ની લાગણી પર અંકુશ રાખવો જ પડે છે. જિંદગીનું મધ આપણે ખરેખર ચાખવું જ છે તો મધની સાથે મધમાખીના ડંખ અને કાંટાની સોયની વેદના સ્વીકારવી જ પડશે. આવી પીડામાં કશીક મીઠાશ ને કશુંક ગુણકારી ઔષધ સંભવે.

http://sambhaavnews.com/

You might also like