Categories: World

યુનિસેફે ભારતને શું ચેતવણી આપી?

ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં સ્થાન ન મળ્યું ત્યારે અનેક ભારતીયોએ સોશિયલ મીડિયા પર નિરાશા ઠાલવી હતી. જોકે બીજી તરફ એનએસજીને લઈને બૌદ્ધિક ચર્ચાઓ એવી થઈ હતી કે ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી) કરતાં વધારે જરૂર દેશના નાગરિકોનું ભરણપોષણ કરી શકે તેવાં ન્યુટ્રિશિયન સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)ની છે. એનએસજીમાં સ્થાન મળે તો એ દેશ માટે સર્વશ્રેષ્ઠ છે પણ ખાદ્ય-ખોરાકીના નક્કર પગલાથી દેશમાં કોઈ બાળક ભૂખ્યું નહીં સૂએ અને એ ભારત સરકારના હાથમાં જ છે.

વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ભારત ઝડપી બન્યું હશે પણ બાળ મૃત્યુદરના ઘટાડામાં ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. આ ટકોર કરતાં યુનિસેફે (ધ યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ) કહ્યું હતું કે ભારત અને નાઈજિરિયા જેવા દેશોએ આ વાત યાદ રાખવી જ પડશે કે આર્થિક વૃદ્ધિથી દેશના વિકાસને મદદ મળે છે પણ એ બાળકોના જીવનના અસ્તિત્વની ખાતરી નથી આપતું.

પાંચથી નીચેના બાળ મૃત્યુદરમાં ભારતનો વિશ્વમાં ૪૮મો નંબર છે. આપણા કરતાં તો બાંગ્લાદેશ ને નેપાળનો રિપોર્ટ સારો છે. વૈશ્વિક બાળ મૃત્યુદરનું એંસી ટકા પ્રમાણ માત્ર સાઉથ એશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. જોકે તેમાંથી ૫૦ ટકાથી વધુ મૃત્યુદર કોંગો, ઈથોપિયા, ભારત, નાઈજિરિયા અને પાકિસ્તાન જેવા પાંચ દેશોમાં થાય છે.

admin

Recent Posts

એક પરિવાર માટે સપૂતોને ભૂલવામાં આવ્યાં, PMનું આઝાદ હિંદ ફોજની 75મી સ્થાપના પર સંબોધન

અત્યાર સુધી સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટે જ વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરતા હતા. આજે પહેલી વાર એવી…

11 mins ago

પોલીસ સ્મારક દિવસ: PM મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારક દેશને સમર્પિત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ સ્મારક દિવસ 2018ના અવસર પર આઝાદી બાદ પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનની યાદમાં રાષ્ટ્રીય…

43 mins ago

દિલ્હીઃ રસ્તા પર ચાલવું બન્યું ખતરનાક, માર્ગ અકસ્માતની સંખ્યામાં 10 ટકા વધારો

નવી દિલ્હીઃ દિલ્હીનાં રસ્તાઓને સુર‌ક્ષિત બનાવવાનાં પ્રયાસોમાં તમામ સરકારી અને બિનસરકારી એજન્સીઓ તેમજ સ્વયંસેવી સંસ્થાઓને એક ઝટકો લાગ્યો છે. દિલ્હીના…

15 hours ago

ઉત્તર પ્રદેશનાં ૮પ૦ ખેડૂતોનું દેવું ‌ચૂકવશે અમિતાભ બચ્ચન

મુંબઇઃ સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન ક્યારેય સમાજસેવાની જવાબદારીમાંથી પાછા હટતા નથી. બિગ બીના નામથી મશહૂર અમિતાભ બચ્ચને એક મહત્ત્વનું પગલું…

16 hours ago

બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટે બનાવી અનોખી બ્રા, કલેક્શનની થશે હરાજી

અમેરિકાનાં વર્જિનિયામાં એક સ્વૈચ્છિક સંસ્થા બ્રેસ્ટ કેન્સર માટેની જાગૃતિ માટે છેલ્લાં ૧ર વર્ષથી ખાસ ઇવેન્ટ યોજે છે. આ ઇવેન્ટમાં સંસ્થા…

16 hours ago

હનુમાન ચાલીસા કરનાર ભક્ત પર સાક્ષાત્ હનુમાનજીની રહે છે કૃપા

રામ અને સીતાજી પ્રત્યે હનુમાનજીનાં સમર્પણને બિરદાવતાં અનેક ભજન લખાયાં છે, જેમાં હનુમાન ચાલીસાનો પણ સમાવેશ થાય છે. આ પવિત્ર…

16 hours ago