UNESCOએ કુંભ મેળાને “ભારતનાં સાંસ્કૃતિક વારસા” તરીકે આપી માન્યતા

0 0

ન્યૂ દિલ્હીઃ યૂનેસ્કોએ ભારતનાં કુંભ મેળાને “માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર” તરીકે માન્યતા આપી છે. આંતરરાષ્ટ્રીય સંગઠને ગુરૂવારનાં રોજ ટ્વિટર પર આ મામલે જાણકારી આપી છે. યૂનેસ્કોનાં અધીનસ્થ સંગઠન ઇન્ટરગવર્નમેંટલ કમિટી ફોર ધ સેફગાર્ડિંગ ઑફ ઇન્ટેંજિબલ કલ્ચરલ હેરીટેઝે દક્ષિણ કોરીયાનાં જેજૂમાં યોજાયેલ પોતાનાં 12માં સત્રમાં કુંભમેળાને “માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની પ્રતિનિધિ યાદી”માં શામેલ કરેલ છે.

દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો માનવામાં આવતો કુંભ મેળાની યાદીમાં બોત્સવાના, કોલંબિયા, વેનેઝુએલા, મંગોલિયા, મોરક્કો, તુર્કી અને સંયુક્ત આરબની ચીજોની સાથે આને શામેલ કરેલ છે.

સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ એવું ટ્વિટ કર્યું છે કે,”આપણા માટે આ વાત ઘણાં ગર્વ અનુભવાય તેવી છે કે યૂનેસ્કોએ કુંભ મેળાને માનવતાનાં અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે વિશેષ સ્થાન આપ્યું છે.” એમણે વધુમાં એમ જણાવ્યું કે,”કુંભ મેળાને ધરતી પરનું શ્રદ્ધાળુઓ માટેનું સૌથી મોટું શાંતિપૂર્ણ સ્થળ માનવામાં આવે છે. કે જેમાં જાતિ, પંથ અને લિંગની દ્રષ્ટિએ જોતાં અનેક લોકો આ મેળામાં ભાગ લે છે.”

loading...

Leave A Reply

Your email address will not be published.