Categories: Gujarat

ઊના બન્યું રાજકીય અખાડો, રાહુલ ગાંધીની કોઇ નોંધ લેતું નથી: વિજય રૂપાણી

અમદાવાદ: ઊના તાલુકાના સમઢિયાળા ગામે દલિત યુવકો પર થયેલા અત્યાચાર મામલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી. રાહુલ ગાંધીએ પીડિતોને મળી સાંત્વના પાઠવી હતી. સાથે જ તેમણે પીડિત પરિવાર સાથે ચા પણ પીધી હતી. જેને લઇને વિજય રૂપાણીએ નિવેદન કર્યું હતું કે દલિતો પર અત્યાચાર મામલે ગુજરાતની મુલાકાતે આવતા રાહુલ ગાંધીની કોઇ નોંધ લેતું નથી. જ્યારે ગુજરાત સરકાર દ્વારા ઊનાની ઘટના બાદ ભરવામાં આવેલા પગલાનેં યોગ્ય ગણાવ્યા હતા.

ઊનામા દલિત યુવકોને માર મારવામાં આવ્યા બાદ ઊના રાજકીય અખાડો બની ગયો છે. ઊનામાં ત્રણ દિવસમા ત્રણ નેતાઓ મુલાકાત લેવાના છે. ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતને કોઈ ગંભીરતાથી લેતું ન હોવાનું વિજય રૂપાણીએ જણાવ્યું છે. સંસદ દરમિયાન ઉંઘતા રાહુલ ગાંધી પર તેમણે ટકોર કરી હતી તો બીજી તરફ આનંદીબેન પટેલ દ્વારા લેવાયેલા પગલાને આવકાર્યા હતા.

ભાજપ દ્વારા ઊનાની ઘટનાના પગલે સમગ્ર રાજ્યમાં બનેલી ઘટનાઓને લઈ ભાજપ સંગઠન ચિંતીત બન્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં દલીતોને શાંત પાડવા સંગઠને આગેવાનોને કામે લગાડ્યા છે. પરંતુ કોંગ્રેસ અને આપ દ્વારા ઊનાની ઘટનાબાદ સરકારને ઘેરી રહી છે ત્યારે આવનાર સમયમા રાજકીય અખાડો બનેલો ગુજરાતમાં આપ અને કોંગ્રેસ કેવી રણનીતી ઘડે છે તે આગામી સમય જ બતાવશે.

admin

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

8 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

8 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

9 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

9 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

9 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

10 hours ago