યુએન સિકયોરિટી કાઉન્સિલની સ્પેશિયલ ટીમ હાફિઝ સઇદ પર પાકિસ્તાનનું જૂઠ્ઠાણું લાવશે બહાર

ન્યૂ દિલ્હીઃ મુંબઇ હુમલાનાં માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ પર પાકિસ્તાનનું જૂઠ્ઠાણું ટૂંક સમયમાં જ વિશ્વની સામે આવી શકે છે. ભારત અને અમેરિકાનો કડક વિરોધ છતાં હવે યુએન સિકયોરિટી કાઉન્સિલની સ્પેશિયલ ટીમ પાકિસ્તાન રવાના થશે.

આ ટીમ પાકિસ્તાનનાં એવા દાવાઓની હકીકત જાણશે જેમાં તેણે કહ્યું હતું કે,સઇદનાં તમામ સંગઠનો પર સખત પ્રતિબંધો લગાવેલાં છે. આ ટીમની પાકિસ્તાન વિઝીટ એટલા માટે પણ ખાસ હશે કે ગયા અઠવાડિયે જ પાકિસ્તાનનાં પીએમ શાહિદ ખકાન અબ્બાસીએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં હાફિઝ સઇદ વિરૂદ્ધ કોઇ કેસ નથી.

તેનાં વિરૂદ્ધ કોઇ જ કાર્યવાહી નહીં કરાય. પાકિસ્તાન સરકારે એવો દાવો કર્યો હતો કે, તેઓએ હાફિઝ સઇદનાં જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનનું ફંડ એકઠું કરવા અને પબ્લિક પ્રોગ્રામ પર પ્રતિબંધ લગાવ્યો છે. જો કે, તેઓનાં દાવાની હકીકત પર અનેક સવાલો પણ ઉઠ્યાં છે.

પાકિસ્તાનના જ કેટલાંક સાંસદોએ હાફિજ સઇદને દેશ માટે જોખમ ગણાવ્યું હતું. સઇદ પર કોઇ પણ પ્રકારના નવા પ્રતિબંધો લાદવામાં નથી આવ્યા. પોતાના સંગઠનોના નામ બદલીને કામ કરી રહ્યો છે.

જોખમ તે સમયે વધતુ જોવા મળ્યું જ્યારે જાણકારી મળી કે પાકિસ્તાનના સ્ટોક માર્કેટમાં ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને રજિસ્ટર કરાવવાની કોશિશ ખુદ પાકિસ્તાન સરકાર કરી રહી છે. ત્યારબાદ ભારત અને અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ વધારવાનું શરૂ કર્યું.

યુએન સિકયોરિટી કાઉન્સિલે 2008માં હાફિઝ સઇદ વિરૂદ્ધ રિઝોલ્યુશન પાસ કર્યુ હતું. ત્યાર બાદથી જ તેની પર કડક વલણ રાખવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટ્રીનાં એક ઓફિસરે સ્વીકાર્યુ હતું કે, યુએનની સ્પેશિયલ ટીમ 25 અને 26 જાન્યુઆરીનાં રોજ ઇસ્લામાબાદમાં રહેશે અને તે સઇદ સાથે જોડાયેલા મામલાઓની તપાસ કરશે.

અમેરિકાનાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, હાફિઝ સઇદ એક આતંકવાદી છે અને તેની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઇએ. અમેરિકાનું આ નિવેદન પાકિસ્તાનનાં પીએમ દ્વારા સઇદને કિલનચીટ આપ્યા બાદ આવ્યું હતું. સઇદ વિરૂદ્ધ કાયદાકીય રીતે કોઇ કેસ દાખલ કરવામાં આવ્યો નથી. તેથી જ તેનાં વિરૂદ્ધ કોઇ કાર્યવાહી નહીં કરવામાં આવે.

You might also like