UNએ રામ રહીમ-હનીપ્રીતને ‘વિશ્વ શૌચાલય દિવસ’ પર આમંત્રણ આપ્યું

ઉલ્લેખનીય છે કે 19 નવેમ્બરને વિશ્વ શૌચાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને હાલમાં ભારતમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. એવામાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત બાબા રામ રહીમ અને તેમની દત્તક મનાતી પુત્રી હનીપ્રીતને આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું છે.

UN તરફથી રામ રહીમ અને હનીપ્રીતને વિશ્વ શૌચાલય નિમિત્તે ભાષણ આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે બાબા હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે અને હનીપ્રીતની પણ મંગળવારે પંજાબ પોલીસે ધરપકડ કરી છે.

You might also like