Thanks to DRS, અમ્પાયરે તો ભારતને પરાજય તરફ ધકેલી જ દીધું હતું

પુણેઃ ગઈ કાલની વન ડે મેચ ભારતે જીતી લીધી. ગઈ કાલની મેચમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે અમ્પાયરનો એક નિર્ણય ભારતીય ટીમ માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે એમ હતો, પરંતુ કહેવાય છે ને કે લડનારાની જ જીત થાય છે અને થયું પણ એવું જ. આ જ કારણ હવે આગામી ૨૯ ઓક્ટોબરે રમાનારી વન ડે નિર્ણાયક બની ગઈ છે. ભારતીય ઇનિંગ્સની ૨૧મી ઓવરમાં કોલિન મુનરો બોલિંગ કરવા આવ્યો.

મુનરોની સામે શિખર ધવન સ્ટ્રાઇકમાં હતો. મુનરોએ લેગ સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો. ધવનની નજીકથી બોલ પસાર થઈ વિકેટકીપર લેથનમાં હાથમાં પહોંચ્યો અને પછી બોલર તેમજ વિકેટકીપરે જોરદાર અપીલ કરી. એ અપીલ બાદ અમ્પાયર સમશુદ્દીને ધવનને આઉટ આપી દીધો. ધવને તરત જ DRSનું સિગ્નલ આપ્યું અને બીજા છેડે ઊભેલા દિનેશ કાર્તિક તરફ ચાલી નીકળ્યો. DRSમાં એ સ્પષ્ટ થઈ ગયું કે બોલ ધવનના બેટને સ્પર્શ્યો જ નથી અને અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો. DRSની આ પ્રણાલી ન્યૂઝીલેન્ડ ટીમની વિરુદ્ધમાં ગઈ.

You might also like