OMG! હનીમૂન માટે ભારત આવેલા કપલે ફરવા માટે આખી ટ્રેન બુક કરી

ઇંગ્લેન્ડનું એક યંગ કપલ ભારતમાં હનીમૂન કરવા આવ્યું હતું અને તેણે દ‌િક્ષણ ભારતની સુંદર પર્વતમાળાઓને જોવા માટે આખે આખી ટ્રેન બુક કરાવી હતી. ૩૦ વર્ષનો ગ્રેહામ લિન અને ર૭ વર્ષની સિલ્વિયા પ્લેસિકના થોડાક સમય પહેલાં જ લગ્ન થયાં હતાં અને તેઓ હનીમૂન માટે ભારત ફરવા આવ્યાં હતાં.

તાજેતરમાં સધર્ન રેલવેએ લોન્ચ કરેલી મેટ્ટુપલાયમથી ઉપમંડલમ ચાર્ટર્ડ ટ્રેનનું સૌથી પહેલું બુકિંગ આ યુગલે કરાવ્યું હતું. ત્રણ લાખના ખર્ચે તેમણે આખી ટ્રેન બુક કરી હતી. આ રૂટ નીલગીરી પર્વતમાળાનું નયનરમ્ય દર્શન કરાવે છે.

You might also like