SP પર ફિદા થઈ યુવતીઃ પોતાના ‘હીરો’ને મળવા પંજાબથી ઉજ્જૈન પહોંચી

ઉજ્જૈન: પોતાની ફિટનેસને લઇને પ્રસિદ્ધ બનેલા સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સચીન અતુલકરને મળવા પંજાબના હોશિયારપુરની યુવતી ઉજ્જૈન પહોંચી ગઇ. યુવતીનું કહેવું છે કે તે સોશિયલ મીડિયા પર એસપીની તસવીરો જોયા બાદ તેમની બોડી અને ફિટનેસ પર તે આકર્ષાઇ હતી અને તેમને એકવાર મળવા ઇચ્છતી હતી.

હોશિયારપુરમાં રહેતી આ યુવતીની માનસિક હાલત ઠીક નથી. તેના પિતાએ જણાવ્યું કે તે ડિવોર્સી છે. તે ઘરમાં પણ ઝઘડા કરે છે. છેલ્લા થોડા દિવસથી તે કોઇને કંઇ પણ કહ્યા વગર ઘરમાંથી ચાલી નીકળી હતી. સોમવારે તેની માતા સહિત અન્ય લોકો તેને લેવા ઉજ્જૈન પહોંચ્યા.

પોલીસ અને મહિલા સશક્તિકરણ અધિકારી તેને સમજાવતા રહ્યા, પરંતુ તે ન માની. ખૂબ જ સમજાવ્યા બાદ તે પરત ફરવા તૈયાર થઇ.બુધવારે બપોર પછી યુવતીને લઇને પરિવારજનો પંજાબ માટે રવાના થયા. તેઓ આજે બપોર સુધી હોશિયારપુર પહોંચશે.

આ યુવતી એસપીને ન મળી શકી. તેને માધવનગર હોસ્પિટલમાં બનેલા વનસ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. જ્યાં કર્મચારી અને પોલીસ તેની હરકતોથી પરેશાન રહ્યા.

ફિટનેસ માટે જાણીતા છે એસપી
એસપી સચીન અતુલકર પોતાની ફિટનેસ અને સારા લુક માટે ઓળખાય છે. તે રોજ ૭૦ મિનિટ જિમમાં વીતાવે છે. સોશિયલ મીડિયા પર પણ એસપી ખૂબ જ લોકપ્રિય છે. કાર્યક્રમોમાં તેમની સાથે સેલ્ફી લેવા યુવતીઓની ભીડ ઉમટે છે.

You might also like