Categories: India News

૨૪ બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરતું યુજીસી

નવી દિલ્હી: દેશભરમાં આગામી થોડા જ દિવસોમાં ધોરણ-૧૨નાં પરિણામ જાહેર થશે ત્યારે આ પરિણામ પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ દેશમાં ચાલતી ૨૪ જેટલી બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી વિદ્યાર્થીઓને ભૂલથી પણ આવી યુનિવર્સિટીમાં પ્રવેશ નહિ લેવા ચેતવણી આપી છે. નવાઈની વાત એ છે કે આ ૨૪ યુનિ.માંથી આઠ યુનિ. નવી દિલ્હીમાં જ છે.

આ અંગે યુજીસીએ વધુમાં જણાવ્યું છે કે ૧૨મું ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓ આગામી થોડા સમયમાં યુનિ.માં પ્રવેશ મેળવવા માટે દોડધામ કરવા લાગશે ત્યારે જો તેઓ ભૂલથી કોઈ બોગસ યુનિ.માં પ્રવેશ મેળવી લે તો તેમને આખું વર્ષ ખૂબ મુસીબત પડે છે અને તેમનું વર્ષ બગડવાનો પણ ખતરો રહે છે. તેથી આવા વિદ્યાર્થીઓને સાવચેત કરવા યુજીસીએ નવા સત્રના આરંભ પહેલાં જ દેશમાં જે ૨૪ બોગસ યુનિ. ચાલી રહી છે તેની યાદી જાહેર કરી છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ દેશમાં ચાલતી વિવિધ ૨૪ બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરી છે તેમાં આઠ તો દિલ્હીમાં જ છે. દિલ્હીમાં જે આઠ યુનિ. ચાલે છે તેમાં કોમર્શિયલ યુનિ., યુનાઈટેડ યુનિ., વોકેશનલ યુનિ., એડીઆર-સે‌િન્ટ્રક યુનિ., જુરિડિકલ યુનિ., ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂશન ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ, વિશ્વકર્મા ઓપન યુનિ. ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય અને વાર્ષ્ણેય સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો સમાવેશ થાય છે.

divyesh

Recent Posts

માયાવતીએ કોંગ્રેસને આપ્યો ઝટકો, છત્તીસઢમાં જોગી સાથે કર્યું ગઠબંધન

છત્તીસગઢમાં છેલ્લા દોઢ દાયકાથી સત્તા પર રહેલી ભાજપ સરકાર રાજ્યમાં પોતાની સત્તા બચાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે કોંગ્રેસ સત્તામાં…

10 hours ago

PM મોદી મેટ્રોમાં પહોંચ્યા IICCની આધારશિલા રાખવા, લોકોએ હાથ મિલાવી લીધી સેલ્ફી

દિલ્હીના આઇઆઇસીસી સેન્ટર (ઇન્ટરનેશનલ કન્વેશન એન્ડ એકસ્પો સેન્ટર)ની આધારશિલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરી મેટ્રોમાં સવારી કરી હતી.…

10 hours ago

સ્વદેશી બેલેસ્ટિક મિસાઇલનુ સફળ પરીક્ષણ, દરેક મૌસમમાં અસરકારક

સ્વદેશ વિકસિત અને જમીનથી જમીન પર થોડા અંતર પર માર કરનારી એક બેલિસ્ટિક મિસાઇલનું આજરોજ ભારે વરસાદ વચ્ચે ઓડિશાના તટીય…

12 hours ago

ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા બહાર, ટીમ ઇન્ડિયામાં ત્રણ ફેરફાર, જાડેજાનો ટીમમાં સમાવેશ

હાલમાં ચાલી રહેલા એશિયા કપની ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાર્દિક પંડયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે.…

12 hours ago

એમેઝોન અને સમારાએ રૂ. 4,200 કરોડમાં આદિત્ય બિરલાની રિટેઈલ ચેઈન ‘મોર’ ખરીદી

નવી દિલ્હી: ઇ-કોમર્સની દિગ્ગજ કંપની એમેઝોન અને પ્રાઇવેટ ઇક્વિટી કંપની સમારા કેપિટલે મળીને આદિત્ય બિરલા ગ્રૂપની રિટેલ ચેઇન મોર (More)…

12 hours ago