Categories: Entertainment

‘ઊડતા પંજાબ’ને સેન્સર બોર્ડનું ગ્રીન સિગ્નલ ન મળ્યું

નવી દિલ્હી: પંજાબમાં ચૂંટણીઅો પહેલાં રાજ્યમાં નશાની લતની સમસ્યા પર બનેલી ફિલ્મ ઊડતા પંજાબ પર સેન્સર બોર્ડે પ્રતિબંધ મૂકી દીધો છે. પંજાબમાં ચાલી રહેલી નશાખોરી પર બનેલી અા ફિલ્મમાં વધુ પડતી ગાળો અને અપશબ્દનો ઉપયોગ થયો હોવાનું કહીને સેન્સર બોર્ડે તેને ગ્રીન સિગ્નલ અાપ્યું નથી.

અેપ્રિલ મહિનામાં ઊડતા પંજાબનું ટ્રેલર પાસ કરી ચૂકેલા સેન્સર બોર્ડે મુવીને સર્ટિફિકેટ અાપવાનો ઇન્કાર કર્યો છે. બોર્ડે તેમાં બોલાયેલી ગાળો તેમજ ડ્રગ્સ લેવાનાં સીન પર વાંધો નોંધાવ્યો છે. ફિલ્મ મેકર અનુરાગ કશ્યપે બોર્ડ વિરુદ્ધ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે. અા ફિલ્મ ૧૭ જૂનના રોજ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.

સીએફબીસી(સેન્ટ્રલ બોર્ડ અોફ ફિલ્મ સર્ટિફિકેશન)ના સભ્ય અશોક પંડિતે જણાવ્યું કે ઊડતા પંજાબ પર સેન્સર બોર્ડે પ્રતિબંધ મૂક્યો નથી. અા અેક અફવા છે. અશોક પંડિતે કહ્યું કે ફિલ્મને રિવાઈઝિંગ કમિટી પાસે મોકલાશે. કમિટી અા અંગે નિર્ણય લેશે. પંડિતે કહ્યું કે અા પ્રક્રિયા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નિભાવે છે. ઊડતા પંજાબ સાથે કંઈ અલગ બન્યું નથી.

બીજી તરફ અનુરાગ કશ્યપનાં સૂત્રોનું કહેવું છે કે ફિલ્મને રાજકીય કારણોથી રોકવામાં અાવી છે. કેમ કે રાજ્યમાં અાગામી વર્ષે ચૂંટણીઅો યોજાવાની છે. શાહિદ કપૂર, અાલિયા ભટ્ટ અને કરીના કપૂર અભિનીત અા ફિલ્મમાં શાહિદ રોકસ્ટાર બન્યો છે જે નશાનો એડિક્ટ છે અને બહુ ગાળો પણ બોલે છે. અા ફિલ્મમાં યુવા વર્ગમાં વધતાં નશાની અાદતનો મુદ્દો ઉઠાવાયો છે.

Krupa

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

23 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

23 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

23 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

23 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

23 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

24 hours ago