Cold War: ભાજપે ‘Make in India’માં ઉદ્ધવ ઠાકરે આપ્યું નહી આમંત્રણ

મુંબઇ: મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલું કોલ્ડ વોર શાંત થવાનું નામ લઇ રહ્યું નથી. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર 13 ફેબ્રુઆરીથી શરૂ થનાર ‘મેક ઇન ઇન્ડીયા’ કાર્યક્રમમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. સૂત્રોનું માનીએ તો મેક ઇન ઇન્ડીયા કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેને ન બોલાવવામાં આવતાં મહારાષ્ટ્ર સરકારથી શિવસેના નારાજ થઇ ગઇ છે.

કહેવામાં આવી રહ્યું છે કે શનિવારથી શરૂ થઇ રહેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ ન મોકલવાની વાતથી સ્પષ્ટ થાય છે કે હજુ સુધી પણ તેમની વચ્ચે બધુ બરોબર ચાલી રહ્યું નથી.

દેશમાં રોકાણને આકર્ષિત કરવાના લક્ષ્યની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ સમારોહનું ઉદઘાટન કરશે. સમારોહમાં ચાર રાષ્ટ્રોના પ્રમુખ અને 12 રાજ્યોના મુખ્યમંત્રી પણ આવવાના છે. સરકાર દ્વારા સમારોહમાં નાણામંત્રી અરૂણ જેટલી, પરિવહન મંત્રી નિતિન ગડકરી, માહિતી ટેકનોલોજી અને દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારમણ અને ઉર્જા મંત્રી પીયૂષ ગોયલ સહિત 13 કેન્દ્રીય મંત્રીઓના સમાવેશની સંભાવના છે.

નિર્મલા સીતારમણે આ અંગે જણાવ્યું હતું કે આ આયોજન જર્મનીના હૈનોવર મેસેથી પ્રેરિત છે. વિશ્વમાં સૌથી મોટી ઔદ્યોગિક પ્રદર્શનીઓમાં હૈનોવર મેસે મોટું નામ છે. તેમના મંત્રાલયના ઘણા ઓફિસરો સપ્ટેમ્બર 2015માં હૈનોવર જઇને વિશે તમામ અધ્યન કરી આવ્યા છે. સીતારમણે જણાવ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા સારી બઢત તરફ છે. બ્રિક્સ દેશોમાં સાત ટકાથી વધુ વૃદ્ધિ દર જાળવી રાખવામાં સક્ષમ છે અને દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ 38 ટકા વધી ગયું છે. ‘મેક ઇન ઇન્ડીયા’ સપ્તાહ દરમિયાન ચાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

You might also like