UAEમાં એક મુસ્લિમ મહિલાએ બળી રહેલા ભારતીય ડ્રાઈવરનો જીવ બચાવ્યો

યુએઈમાં એક મુસ્લિમ મહિલાએ એક ભારતીય ટ્રક ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો, જે ભયાનક કાર અકસ્માતમાં આગની ઝપટમાં આવી ગયો હતો. 22 વર્ષીય જવાહર સૈફ અલ કુમૈતી હોસ્પિટલમાં દાખલ કરેલ પોતાના મિત્રને મળીને ઘરે પાછી ફરી રહી હતી, ત્યારે તેણે બે ટ્રકમાં આગ લગાવેલી જોઈ અને જોવા માટે ઉતરી ગઈ.

કુમૈતીએ નજીક ગયા પછી જોયું કે, એક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે બૂમો પાડી રહ્યો હતો. કુમૈતીએ તે સમયે બહાદુરી બતાવીને આગ બુઝાવી અને ભારતીય ડ્રાઈવરને બચાવી લીધો હતો. બાદમાં ભારતીય અને અન્ય ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. અલ ખૈમા પોલીસે જણાવ્યું હતું કે, તેઓ મહિલાને બહાદુરી માટે પુરસ્કૃત કરશે.

You might also like