UAE સરકારે દાઉદની 15 હજાર કરોડની સંપત્તિ કરી જપ્ત

દુબઇ: અંડર વર્લ્ડ જોન દાઉદ ઇબ્રાહિમ પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરતાં સંયુક્ત અરબ અમીરાત સરકારે દાઉદની 15 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. મળતી માહિતી અનુસાર યૂએઇની કેટલીક કંપનીઓમાં દાઉદના શેર અને બેનામી સંપત્તિ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત ડોભાલએ યૂએઇની સામે એવી બાબત રાખી હતી કે અધિકારીઓને દાઉદ વિરુદ્ધ કડક પગલાં ઉઠાવવા અને એની સંપત્તિ જપ્ત કરવા માટે આગ્રહ કર્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે પીએમ મોદી અને અજીત ડોભાલ યૂએઇની યાત્રા પર ગયા હતાં ત્યારે દાઉદની સંપત્તિની બાબત સામે આવી હતી. એ જ વખતે ભારતના અંડરવર્લ્ડ ડોનની યૂએઇમાં રહેલી સંપત્તિની એક કોન્ફિડેન્શલ લિસ્ટ  યૂએઇ સરકારને સોંપી હતી.

દાઉદ વર્ષ 1993ના મુંબઇ બ્લાસ્ટમાં વોન્ટેડ હતો, આ બ્લાસ્ટમાં 257 લોકો મૃત્યુ પામ્યા હતાં. અને આશરે 1000 લોકો ઘાયલ થયા હતા. દાઉદ પર હવાલાનું કાળુનાણું અને દબાણપૂર્વક વસૂલીથી જોડાયેલી કેચલીક બાબતોનો કેસ દાખલ છે.

જણાવી દઇએ કે અમેરિકાએ પહેલાથી જ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને અલ કાયદા સાથે સંબંધ હોવા પર અનવે લશ્કર એ તોયબા સહિત કેટલાક આંતકવાદી સંગઠનોને આર્થિક મદદ આપવાના કારણે ગ્લોબલ આતંકવાદી જાહેર કરી ચૂક્યો છે.

You might also like