UAEનો અરબપતિ 1 હજાર કરોડમાં બનાવશે મહાભારત

મુંબઇઃ સંયુક્ત અરબ અમીરાતમાં રહેનાર એક અરબપતિ ભારતીય વ્યાપારી મહાભારત પર બનનારી ફિલ્મ ‘ધ મહાભારત’ પર એક હજાર કરોડનું રોકાણ કરશે. તે હિંદુ મહાકાવ્ય મહાભારત પર અત્યાર સુધીની સૌથી મોશન ફિલ્મ હશે. જાણીતા જાહેરાત ફિલ્મ નિર્માતા વી.એ. શ્રીકુમાર આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યાં છે. ફિલ્મનું નિર્દેશન બે ભાગમાં કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર 2018માં શરૂ થશે અને 2020ની શરૂઆતમાં ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મનો પહેલો હિસ્સો રિલીઝ થયાના 90 દિવસ બાદ બીજો હિસ્સો રિલીઝ થશે.

ફિલ્મનું નિર્માણ કરી રહેલા બી આર શેટ્ટીની કંપની પ્રમાણે આ ફિલ્મમાં મુખ્ય રીતે અંગ્રેજી, હિન્દી, મલયાલમ, કન્નડ, તમિલનાડુ અને તેલગુ ભાષામાં બનાવવામાં આવશે અને મુખ્ય ભારતીય ભાષા અને વિદેશી ભાષાઓમાં ડબ કરવામાં આવશે. આ ફિલ્મમાં અકાદમી એવોર્ડ વિજેતા અને વિશ્વ સિનેમાની કેટલીક મહાન હસ્તીઓ પણ જોડાશે.

ફિલ્મમાં ભારતીય એક્ટર સાથે હોલીવુડના કેટલાક એક્ટર જોવા મળશે. ઉલ્લેખનીય છે કે મહાકાવ્ય મહાભારત પર આધારિત ટીવી સિરિયલ મહાભારતનું પ્રદર્શન 1980ના દશકમાં દૂરદર્શન પર આવતું હતું. બીઆર ચોપડા દ્વારા નિર્દેશિત આ ધારાવાહિકે ભારતીય ટીવી ઇન્ડસ્ટ્રીને બદલવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

http://sambhaavnews.com/

You might also like