UAE પણ બન્યું મોદી ઘેલું : સૌથી મોટી મસ્જીદમાં લાગ્યા મોદી મોદીનાં નારા

અબુધાબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)નાં અબુધાબી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ખાડી દેશની 34 વર્ષ બાદ કોઇ ભારતીય વડાપ્રધાન મુલાકાત લઇ રહ્યા છે. એરપોર્ટ પર પહોંચ્યા બાદ અબૂધાબીનાં પ્રિન્સ જાયેદ અલ નહ્નાને પ્રોટોકોલથી હટીને મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીનું સ્વાગત કરવા માટે પ્રિન્સ ઉપરાંત તેમનાં 5 ભાઇઓ પણ હાજર રહ્યા હતા. 

(મોદીને જોવા માટે ભારતીયોની પડાપડી)

યુએઇમાં પોતાનાં પહેલા જાહેર કાર્યક્રમ તરીકે વડાપ્રધાન જાયેદની મુખ્ય મસ્જિદ ગયા હતા. આ મસ્જિદ સાઉદી અરબની મક્કા મદીના બાદની ત્રીજી સૌથી મોટી મસ્જીદ છે. યુએઇની આ મસ્જીદ વાસ્તુશિલ્પ માટે વિશ્વ વિખ્યાત છે. જો કે આ મસ્જીદમાં મોદી માટે લોકોની દિવાનગી જોવા જેવી હતી.

(ફરી એકવાર જોવા મળ્યો મોદીનો સેલ્ફીપ્રેમ)

 

મસ્જિદ પરિસરમાં મોદીને જોવા માટે મોટા પ્રમાણમાં ભારતીયો એકત્ર થયા હતા. મસ્જિદમાં પણ મોદી મોદીનાં નારા લાગ્યા હતા. જેથી મોદી પ્રોટોકોલ તોડીને પણ લોકોની વચ્ચે પહોંચી ગયા હતા. મોદી સાથે હાજર રહેલા અધિકારીઓએ મસ્જિદ અંગે મોદીને માહિતી આપી હતી. 

(વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી મસ્જીદમાં મોદી મોદીનાં નારા)

મસ્જિદમાં મોદીએ પોતાનાં ચિરપરિચિત અંદાજમાં જ લોકો સાથે સેલ્ફી લીધી હતી. નોંધનીય છે કે મોદીનો સેલ્ફી પ્રેમ લોકોથી અજાણ નથી.મસ્જિદનું નામાકરણ યુએઇનાં સંસ્થાપક અને પહેલા રાષ્ટ્રપતિ દિવંગત શેખ જાયેદ બિન સુલ્તાનનાં નામ પરથી રાખવામાં આવ્યું છે. મસ્જિદમાં વડાપ્રધાન મોદીની યાત્રાને ધ્યાનમાં રાખતા એવી રીતે નક્કી કરાયો છે કે તે સમયે નમાજનો સમય ન હોય. 

You might also like