શ્રીનગરમાં 32 કલાકથી ચાલેલા ઓપરેશનમાં બે આતંકી ઠાર

0 27

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં છેલ્લા ૨૬ કલાક કરતાં વધુ સમયથી એન્કાઉન્ટર અને ઓપરેશન જારી છે. સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સીઆરપીએફ કેમ્પ પર હુમલાની કોશિશમાં નિષ્ફળ ગયેલા આતંકીઓ સાથે હજુ પણ અથડામણ જારી છે. આતંકીઓ નજીકની ઈમારતમાં હજુ પણ છુપાયેલા છે અને ગઈ કાલથી તેમની વિરુદ્ધ સેનાનું ઓપરેશન ચાલુ છે. બિહારના આરા સ્થિત સીઆરપીએફ કોન્સ્ટેબલ મોજાહિદ ખાન આ અથડામણમાં શહીદ થયા હતા.

બાજુની ઈમારતમાં છુપાયેલા આતંકીઓ હજુ પણ ફાયરિંગ કરી રહ્યા છે. વાસ્તવમાં આતંકી સીઆરપીએફના શ્રીનગરમાં કરનનગરમાં આવેલા ૨૩ બટાલિયનના હેડ ક્વાર્ટર પર હુમલો કરવાની ફિરાકમાં હતાં. સવારે ૪.૩૦ કલાકની આસપાસ બટાલિયનના ગેટ પર સંત્રીએ બંને આતંકીઓને જોયા હતા.

બંને આતંકીઓ ભાગીને કેમ્પની બાજુમાં આવેલી એક ઈમારતમાં ઘૂસી ગયા હતા. આતંકીઓ જે ઈમારતમાં છુપાયેલા છે તે શ્રીનગરની એસએમએચએસ હોસ્પિટલની નજીક જ છે.

સુરક્ષા દળોએ તાત્કાલિક ઈમારતની આસપાસ રહેલા લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ૯.૩૦ કલાકની આસપાસ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

હોસ્પિટલ પર પણ કેટલાક આતંકીઓએ હુમલો કર્યો હતો અને પોતાના સાથીને છોડાવીને ભાગી ગયા હતા. સંત્રીની સતર્કતાના કારણે આ હુમલો નિષ્ફળ બનાવાયો હતો, પરંતુ એન્કાઉન્ટર દરમિયાન સીઆરપીએફનો એક જવાન મોજાહિદ ખાન શહીદ થયો હતો.

ત્રણ દિવસમાં સુરક્ષા દળો પર આ ત્રીજો મોટો હુમલો છે. ગઈ કાલે શ્રીનગરમાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો થયો હતો.

loading...

Leave A Reply

Your email address will not be published.