VIDEO: જમ્મુ કશ્મીરઃ શોપિયામાં આતંકી હુમલો, બે સુરક્ષાકર્મી ઘાયલ

જમ્મુ-કશ્મીરમાં એક આતંકી હુમલો થયો છે. આતંકીઓ દ્વારા શોપિયામાં સેનાની પેટ્રોલ પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ દ્વારા કરવામાં આવેલ આ ફાયરિંગમાં બે સુરક્ષાકર્મીઓને ગંભીર ઇજા પહોંચી છે.

આ આતંકી હુમલા બાદ સેના દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અને હવે આર્મી દ્વારા આ તમામ આતંકીઓની શોધખોળ ચાલુ છે. આતંકીઓને પકડવા માટે મોટાપાયે અભિયાન ચલાવાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કશ્મીરમાં તો અવારનવાર આતંકી હુમલાઓ થતાં હોય છે. એમાંય ખાસ કરીને શોપિયા, અનંતનાગ, હંદવાડા, સોપોર, કુલગામ, કુપવાડા અને પૂંછ, બાંદીપુરા જેવાં અનેક વિસ્તારોમાં ક્યારેક-ક્યારેક આતંકી હુમલાઓ થતાં જ રહે છે. એ જ રીતે આ વખતે પણ શોપિયામાં સેનાની પાર્ટી પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. જેમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાં છે.

You might also like