Twitter દ્વારા યુઝર્સને નવો અનુભવ કરાવવા નવું ફીચર રજૂ

નવી દિલ્હી: ટિ્વટરે હવે યુઝર્સને નવો અનુભવ કરાવવા એક નવું ફીચર રજૂ કર્યું છે. તેને થ્રેડસ નામ આપવામાં આવ્યું છે. જેમાં હવે યુઝર્સ ટિ્વટસની પૂરેપૂરી સિરીઝ પોસ્ટ કરી શકશે.

થ્રેડિંગ ફીચરથી યુઝર ટિ્વટસ્ટ્રોમ્સને એક જ વાર પોસ્ટ કરી શકશે. તેમાં ટિ્વટરની શબ્દ સીમા પણ નહિ રહે. ટિ્વટરે લગભગ એક મહિના પહેલા શબ્દ સીમા ૧૪૦થી ૨૮૦ કરી હતી. અને આગામી કેટલાંક સપ્તાહમાં ટિ્વટર આ ફીચરને લાગુ કરી દેશે. આ ફીચરનો ઉપયોગ ખૂબ જ સરળ છે.

જેમાં ટિ્વટરની સ્ક્રીન પર પ્લસનો એક સંકેત આવશે. તેનાથી યુઝર્સ મલ્ટિપલ ટિ્વટ લખી શકશે. આ ઉપરાંત શોર્ટ મેસેજ ટાઈપ કરીને ટિ્વટ પર ટાઈપ કરવાને બદલે હવે યુઝર્સ તે જ વિન્ડોમાં બીજી ટિ્વટ પણ લખી શકશે. આ સિવાય ટિ્વટર પર એક વધુ ફીચર લાવવામા આવ્યું છે. તે અંતર્ગત યુઝર્સ પહેલાંથી જ પોસ્ટ ટિ્વટમાં વધુ ટિ્વટ જોડી શકશે. તેમજ યુઝર્સ તેની પહેલાંની ટિ્વટને સતત અપડેટ કરી શકશે. આ સાથે જ યુઝર્સને શો ધીસ થ્રેડનું બટન મળશે. તેનાથી યુઝર્સ બીજાની પોસ્ટ ટિ્વટસ્ટ્રોમને પણ જોઈ શકશે.

You might also like