TVS APACHE RR 310 અને RTR 200 4Vનું રેસિંગ એડિશન, જાણો ફીચર

TVS RACING 8 જૂનથી શરૂ થનારી ઈન્ડિયન નેશનલ મોટરસાઈકલ રેસિંગ ચેમ્પિયનશિપ સીઝન 2018 માટે તૈયાર છે. તેનું આયોજન કોયંબતુરમાં કરી મોટર સ્પીડવે પર થશે. TVS RACING આ ચેમ્પિયનશિપની ગ્રુપ બી સુપર-સ્પોર્ટ અને ગ્રુપ સીપ પ્રો-સ્ટોક કેટેગરીમાં ભાગ લેશે. આ બંન્ને કેટેગરી 165CC સેગમેન્ટ અંતર્ગત છે. TVS RACING આ ચેમ્પિયનશિપમાં APACHE RR 310 બાઈકનું રેસિંગ એડિશન અને સ્લિપર ક્લચની સાથે APACHE RTR200 4Vને લોકો સામે લાવશે.

વન મેક સિરીઝમાં રેસિંગ માટે પહેલાથી જ પાવરફુલ RR310 ને ઘણી અપડેટ કરવામાં આવી છે. આ બાઈકમાં એક નવો રેસ-ટ્યૂન્ડ એગ્ઝોસ્ટ આપવામાં આવ્યો છે. એન્જિન કંટ્રોલ યૂનિટને રી-મેપ્ડ કરવામાં આવ્યુ છે. આ બાઈકમાં 313CCનું જ એન્જિન હશે, જે 37.5BHPની પાવર જનરેટ કરશે. કંપનીના જણાવ્યા અનુસાર, APACHE RR 310 ની ટોપ સ્પીડ 175 કિમી પ્રતિ કલાક હશે.

TVS RACINGએ RTR200 4V ને પણ અપડેટ કર્યુ છે, જે વન મેક સિરીઝમાં યૂઝ કરવામાં આવશે. આ બાઈકમાં સ્લિપર ક્લચ, મોડિફાઈડ કેમ શાફ્ટ, રેસ-ટ્યૂન્ડ ઈનટેક અને એગ્ઝોસ્ટ સિસ્ટમ, રિ-ટ્યૂન્ડ સસ્પેંશન અને એક રિ-ટ્યૂન્ડ કારબોરેટર પણ આપવામાં આવ્યુ છે. આ બાઈકમાં 23.6BHP પાવર વાળુ એન્જિન લગાવવામાં આવ્યુ છે. તેની ટોપ સ્પીડ 145 કિમી પ્રતિ કલાક છે.

You might also like