TVS એ યુવાનો માટે લોન્ચ કરી બે શાનદાર બાઇક અને એક સ્કૂટર

નવી દિલ્હી: ચેન્નઇ સ્થિત TVS મોટર કંપની લિમિટેડે ઓટો એક્સપો 2016માં હાઇ એન્ડ ટૂ વ્હીલર સેગ્મેંટના ત્રણ મોડલ રજૂ કર્યા. કંપનીએ તેમાં બે બાઇક અને એક સ્કૂટર લોન્ચ કર્યું છે. જે ટૂંક સમયમાં જ માર્કેટમાં ઉપલબ્ધ થશે.

કંપનીએ સૌથી પહેલાં પોતાના રેસિંગ બાઇક અકૂલાને લોન્ચ કર્યું જે 300 સીસીના પાવરફૂલ એન્જીનથી સજ્જ છે. 6 સ્પીડ ગીયરબોક્સથી સજજ આ બાઇક માર્કેટમાં આવતાં જ ધૂમ મચાવશે. આ બાઇક ખાસકરીને યુવાનોને આકર્ષશે તેવું છે.

કંપનીની આ બીજી રેસિંગ બાઇક છે, જો કે આ હાલ કોંસેપ્ટ બાઇક છે, પરંતુ ટૂંક સમયમાં તેનું પ્રોડક્શન મોડલ પણ સામે આવશે. આ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું ટીવીએચ અપાચે આરટીઆર 200નું રેસિંગ વર્જન છે. તેના એન્જીનની વાત કરવામાં આવે તો તેમાં 212.2 સીસીનું 4 વોલ્વ ફ્યૂલ ઇજેક્ટેડ પાવર ટ્રેન એંજીન સામેલ છે. આ ઉપરાંત તેમાં ટ્વિન ઓઇલ કૂલાર્સ આપવામાં આવ્યું છે જે એન્જીનને વધુ કેપેબલ બનાવે છે. તેમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેંશન અને મોનો શોક ગેસ ફીલ્ડ રીયસ સસ્પેંશન લગાવવામાં આવ્યું છે. આ બાઇક પણ ખાસપ્રકારે જોરદાર પાવરની સાથે રેસિંગ બાઇકની ઇચ્છા ધરાવનારાઓ માટે લાવવામાં આવી રહ્યું છે.

tvs

ટીવીએસે એક નવું સ્કૂટર એનટોક 210ને પણ રજૂ કર્યું છે જે એક સ્કૂટર હોવા છતાં પણ તે બાઇકની મજા આપે છે. આ એક ક્રોસઓવર ટૂ-વ્હીલર છે, કંપનીએ તેને કોન્સેપ્ટ મોડલના રૂપમાં શોકેસ કરવામાં આવ્યું છે. તેમાં 212.5 સીસીનું પાવરટ્રેન એન્જીન લગાવવામાં આવ્યું છે. તેની ટોપ સ્પીદ 120 કિમી પ્રતિ કલાક છે.

You might also like