TVSએ લોન્ચ કરી નવી Apache 180, જાણો કિંમત અને ફિચર્સ

TVS મોટર્સે Apache 180નું રેડ એડિશન લોન્ચ કર્યું છે. આ બાઈકની કિંમત લગભગ 82,233 રૂપિયા છે. અપાચે 180નું નવું એડિશન પર્લ વાઈટ કલર ઓપ્શનમાં મળશે અને તેમાં રેસિંગ ઈન્સ્પાયર બોડી ગ્રાફિક્સ હશે. રેડ એડિશન આ બાઈકના રેગ્યુલર મોડલ કરતા 550 રૂપિયા મોઘું હશે. રેડ એડિશનમાં પેટલ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે. આ ઉપરાંત બાઈકના ફ્યૂલ ટેંક પર નવો 3D TVSનો લોગો લગાવવામાં આવ્યો છે. TVS મોટર્સે સ્પેશિયલ એડિશન બાઈક એક સિંગલ વર્ઝનમાં લોન્ચ કરી છે.

Apache 180ના રેડ એડિશનના ફ્યૂલ ટેંક અને સાઈડમાં એક ફોકસ કાર્બન ફાઈબર બોડી પેનલ આપવામાં આવી છે. આ ઉપરાંત બાઈકમાં ફૂલ ડિઝીટલ ઈંસ્ટ્રુમેંટ કન્સોલ છે જેમાં બ્લૂ બેકલાઈન છે. TVSની આ બાઈકમાં લેપ ટાઈમર, સર્વિસ ઇન્ડિકેટર જેવા ફીચર છે. Apache 180ના રેડ એડિશનમાં 177.4CCનું સિંગલ સીલીન્ડર એન્જીન છે જે 16.62PSનો પાવર અને 15.5Nmનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ બાઈકની ટોપ સ્પીડ 114 કિલોમીટર પ્રતિ કલાકની છે. બાઈકના રિયર અને ફ્રન્ટમાં 270mm અને 200mm પેટલ ટાઈપ ડિસ્ક બ્રેક છે. આ બાઈક ABSની સાથે નથી આવતી.

TVSની આ નવી બાઈકમાં 5 સ્પીડ ટ્રાન્સમિશન છે. આ બાઈકની ફ્યૂલ એફિશિયન્સી 1 લીટરમાં 43 કિલોમીટરની છે. ઇન્ડિયન માર્કેટમાં આ બાઈકનો મુકાબલો સુઝુકી Gixxer, હોંડા CB Hornet 160 અને બજાજ પલ્સર 180 સાથે રહેશે. સુત્રોના જણાવ્યા અનુસાર TVS એક નવા બાઈક પર પણ કામ કરી રહ્યું છે. જેને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

You might also like