TV stingમાં પર્દાફાશઃ રાજકીય પક્ષોના નેતાઓ કાળું નાણું કરી રહ્યા છે White

નવી દિલ્હી: દિલ્હી અને નેશનલ કેપિટલ રિજિયન (એનસીઆર)માં ઘણા બધા નેતાઓ તગડું કમિશન લઇને કાળાં નાણાંને સફેદ કરાવી રહ્યા છે. એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં આવો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. વિવિધ રાજકીય પક્ષોના સ્થાનિક નેતાઓ વીડિયો કેમેરા પર પોતાના પક્ષ કાર્યાલયમાં કાળા નાણાંને સફેદ કરવા માટે ભાવતાલ કરતા નજરે પડે છે.

આ સ્ટિંગ ઓપરેશન ઇન્ડિયા ટુડે ટીવી ચેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાળા નાણાંને સફેદ કરવા માટે ભાવ તાલ કરનારા નેતાઓમાં કોંગ્રેસ, એનસીપી, બસપા, સપા અને જનતાદળ (યુ)ના નેતાઓનો સમાવેશ થાય છે. સ્ટિંગમાં દેખાય છે કે ગાઝિયાબાદના નેતા વીરેન્દ્ર જાદવ પોતાના પક્ષ કાર્યાલયમાં બેઠા છે અને કાળાં નાણાંને સફેદ કરવા માટે ૩પથી ૪૦ ટકા કમિશન લેવાની વાત કરી રહ્યા છે. જાતવ એક વીડિયો ક્લિપમાં એવું કહેતા દેખાય છે કે આ કામ હાથોહાથ થઇ જશે. તમને એક કલાકમાં જ કેશ મળી જશે.

નોઇડાના સમાજવાદી પાર્ટીના નેતા ટીટુ યાદવ પણ આ પ્રકારની નોટો બદલવા માટે ૪૦ ટકા કમિશન માગતા દેખાય છે. યાદવે પત્રકારને ગુપ્ત કેમેરાની સામે જણાવ્યું હતું કે તમને જૂની નોટો સામે નવી નોટો મળી જશે, પરંતુ આ માટે તમારે ૪૦ ટકા કમિશન આપવું પડશે. પત્રકારે અલગ અલગ નેતાઓ સાથે રૂ.એક કરોડથી લઇને રૂ.૧૦ કરોડ સુધીની જૂની નોટો બદલવાની વાતચીત કરી હતી. કોંગ્રેસના નેતા તારીક સિદ્દિકીએ એક સ્વાશ્રયી સંસ્થા સાથે પરિચય કરાવવાની વાત કરી હતી જે નોટો બદલવાનું કામ કરે છે.

http://sambhaavnews.com/

You might also like