Categories: Entertainment

‘ટ્યૂબલાઈટ’ ફ્લોપ જતાં રૂપિયા માગવા ડિસ્ટ્રિબ્યૂટર્સ સલમાનના ઘરે ધસી ગયા

મુંબઈ: સલમાન ખાનની ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’ આ વર્ષે ઈદ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે જોવામાં આવી રહી હતી, પરંતુ કમનસીબે સલમાન ખાન માટે પણ છેલ્લાં ૧૦ વર્ષમાં ફિલ્મ ‘ટ્યૂબલાઈટ’ સૌથી મોટી ફ્લોપ સાબિત થઈ છે.

સામાન્યતઃ સલમાન ખાન જેવા મોટા સ્ટારની ફિલ્મો ડિસ્ટ્રિબ્યૂટર્સ માટે પરેશાનીનું કારણ બનતી નથી, પરંતુ સલમાનની ‘ટ્યૂબલાઈટ’નો ફ્યૂઝ ઊડી જવાથી ડિસ્ટ્રિબ્યૂટર્સ પરેશાન થઈ ગયા છે. એ‍વા સમાચાર મળી રહ્યા છે કે સલમાન પોતાની ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂટર્સને રૂ. ૫૫ કરોડ આપવા તૈયાર થઈ ગયો છે કે જેથી ફિલ્મ નુકસાનનો સોદો બની રહે નહીં.

જોકે ફિલ્મ ખોટનો સોદો બની ન રહે તે માટે ‘ટ્યૂબલાઈટ’એ ઓછામાં ઓછી રૂ. ૨૦૦ કરોડની કમાણી બોક્સ ઓફિસ પર કરવી પડે. જ્યારે તેની કમાણીનો આંકડો રૂ. ૧૫૦ કરોડની આસપાસ આવીને અટકી ગયો છે. પોતાના નુકસાન અને ખોટની ભરપાઈ કરવા માટે ડિસ્ટ્રિબ્યૂટર્સ તાજેતરમાં સલમાનના ઘરે પહોંચી ગયા હતા.

આ ટીમના હેડ તરીકે નરેન્દ્ર હીરાવત પણ પહોંચી ગયા હતા. જેમને લઈને એવા સમાચાર છે કે તેમણે રૂ. ૧૩૦ કરોડમાં ખરીદી હતી, જોકે તેમની મુલાકાત સલમાન સાથે થઈ શકી નથી, પરંતુ તેમના પિતા સલીમ ખાને તમામને હૈયાધારણ આપી હતી કે ભાઈજાન બધાંને મદદ કરવા તૈયાર છે. સ્પોટબોય-ઈના સમાચાર અનુસાર ડિસ્ટ્રિબ્યૂટર્સ સાથે સલીમ ખાને સ્વયં મુલાકાત કરી હતી. સાથે જ આ બેઠકમાં સલમાન ખાનના પ્રોડકશન હાઉસના બિઝનેસ કન્સલ્ટન્ટ અમન ‌િગલ અને સીઓઓ અમર બુટાલા હાજર હતા. આ મામલો કેટલા કરોડમાં સમેટાયો છે તે હજુ જાણ‍વા મળ્યું નથી, પરંતુ એક વાત નક્કી છે કે ‘ટ્યૂબલાઈટ’ને સલમાન ખાન ખુદ ફ્લોપ ફિલ્મ તરીકે સ્વીકારી ચૂક્યા છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

શેર બજારમાં કડાકો: સેન્સેક્સમાં 1500 પોઇન્ટના ઘટાડા બાદ જોવા મળી રીકવરી

શુક્રવારે સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શેર બજારમાં નોટબંધી બાદનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1500 પોઇન્ટથી…

6 mins ago

‘કેસ લડવામાં ખૂબ ખર્ચ થયો, પત્નીને 2.29 કરોડનું ભથ્થું નહીં આપી શકું’

લંડન: બ્રિટનમાં એક અબજપતિ વેપારીએ પૂર્વ પત્નીને છૂટાછેડા આપ્યા બાદ ર,૪૦,૦૦૦ પાઉન્ડ (રૂ.ર કરોડ ર૯ લાખ) ભરણપોષણ પેટે આપવામાં અસમર્થતા…

28 mins ago

મે‌રીલેન્ડના મેડિકલ સેન્ટરમાં ફાયરિંગ: ત્રણનાં મોત, મહિલા હુમલાખોરે ખુદને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકાના મેરીલેન્ડના એક મેડિકલ સેન્ટર અને દવા વિતરણ કેન્દ્રમાં અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના બની છે. આ હુમલામાં ત્રણ વ્યક્તિનાં…

42 mins ago

પેટ્રોલ બાદ હવે CNG-PNGના ભાવમાં થશે ભડકો

નવી દિલ્હી: ગગડતા રૂપિયાની અસર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો કરી રહી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઐતિહાસિક…

56 mins ago

ભારત ઈરાનને ઓઈલનું પેમેન્ટ રૂપિયામાં કરશે

નવી દિલ્હી: ભારતે ઇરાન સાથે ટ્રેડ બંધ કરવાની અમેરિકાની ધમકીનો ઉકેલ શોધી કાઢ્યો છે. ભારત હવે નવેમ્બરથી પોતાના ક્રૂડ ઓઇલના…

59 mins ago

ભીખાભાઈ ગાર્ડન પ્રેમીયુગલો અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો

અમદાવાદ: શહેરના એલીસ‌િબ્રજના છેવાડે આવેલો ભીખાભાઇ જીવાભાઇ ગાર્ડન પ્રેમીયુગલોનો અડ્ડો બની ગયો છે. છેલ્લાં ઘણાં વર્ષથી ભીખાભાઇ ગાર્ડનની દરકાર રાખવામાં…

1 hour ago