ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ અાગ લાગીઃ બેૂ વ્યક્તિ ભડથું

અમદાવાદ: કચ્છમાં ગાંગોદર પલાસવા રોડ પર ટ્રાફિકજામના કારણે ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં અાગ લાગતાં બે વ્યક્તિ અાગમાં ભડથું થઈ ગયા હતા.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે કચ્છના રાપર નજીક ગાંગોદર પલાસવા રોડ પર બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં રોડ પરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અા વખતે જ્વલનશિલ પ્રવાહી ભરેલું એક ટેન્કર પ્રસાર થતાં ડ્રાઈવરની સરતચૂકના કારણે ટેન્કર અાગળ ઊભેલા બંધ ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. ટેન્કરમાંથી જ્વલન પ્રવાહી રોડ પર ઢોળાતા અાગ લાગી હતી. અાગ લાગતાં જ ટેન્કર અને ટ્રક બંને અાગની લપેટમાં લપેટાઈ ગયા હતા. જેમાં ટ્રકચાલક કુંવરજી જાડેજા અને ક્લિનર કનુભા ચૌહાણ બંને ટ્રકની કેબિનમાં જ બળીને ભડથું થઈ ગયા હતા.

રોડ ઉપર બનેલી અા ઘટનાથી લોકો ભયભીત થઈ ગયા અને અા રોડ પરથી પ્રસાર થતાં વાહનચાલકો પોતપોતાના વાહનો મૂકીને ભાગવા લાગ્યા હતા. રોડની વચ્ચોવચ બનેલી અા ઘટનાને પગલે બંને તરફનો ટ્રાફિક કલાકો સુધી જામ થઈ જતાં અનેક વાહનચાલકો મુશ્કેલીમા મુકાઈ ગયા હતા.

બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ ફાયર ફાઈટરો અને વોટર ટેન્કરો સાથે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ અાગને બુજાવી હતી. અાગમા બંને વાહનો પણ બળીને ખાક થઈ ગયા હતા. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like