UPમાં ટ્રિપલ એન્કાઉન્ટરઃ પોલીસે ત્રણ ઈનામી ગેંગસ્ટરને દબોચ્યા

લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના નેતૃત્વમાં પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી ગુંડાઓ અને અસામાજિક તત્ત્વોનું એન્કાઉન્ટર ચલાવી રહી છે. ગઈ કાલે રાત્રે યુપી પોલીસ અને ગ્રેટર નોઈડા અને મેરઠ અને લખીમપુર ખીરીના ઈનામી ગુંડાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

સમાચાર સંસ્થાના જણાવ્યા પ્રમાણે પોલીસ અને ગુંડાઓ વચ્ચેની અથડામણમાં પોલીસે ત્રણ ગુંડાઓને દબોચી લીધા છે. આ ત્રણેય ગુંડાઓ માટે ઈનામ જાહેર કર્યું હતું.

ખાસ કરીને મેરઠ પોલીસનું ઓપરેશન ક્લિન સતત જારી છે. ગુંડાઓ પર કહેર બનીને ત્રાટકી રહેલી પોલીસને એક વધુ સફળતા મળી છે. વાસ્તવમાં ચેકિંગ દરમિયાન લિસાડી ગેટ પોલીસે બાઈકસવાર બે શકમંદોને રોકવાનો પ્રયાસ કરતા બાઈક સવારોએ પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

ત્યાર બાદ પોલીસે કરેલા વળતા ફાયરિંગમાં એક ગેંગસ્ટરને પોલીસની ગોળી વાગવાથી ઘાયલ થયો હતો અને તેનો બીજો સાગરિત અંધારાનો ગેરલાભ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. ઘાયલ ગેંગસ્ટર પર ૧૮થી વધુ લૂંટ અને ચોરીના ક્રિમિનલ દાખલ થયેલા છે.

You might also like