DEO કચેરીએ વાલીઓનો હોબાળો

ઘાટલોડિયાની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવેલા ફીના ધરખમ વધારાના વિરોધમાં વાલીઓ દ્વારા આજે  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જઇને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો કે  શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળી રહેલા એમ.કે. રાવલે શાળાને ૪.પ લાખ રૂપિયાનો દંડ કર્યો છે. જે બાળકોને અન્યાય થયો છે તે બાબતની પણ ચકાસણી કરવામાં આવશે. સાથે સાથે ૧૦ ટકાથી વધારો ન થાય તે મુદ્દે વાલીઓને સાથે રાખીને વાટાઘાટો કરવામાં આવશે.

You might also like