Categories: India

પાકિસ્તાન બોર્ડર પર લાગેલ ત્રિરંગાને નાનો કરશે ભારત : જાણો કારણ

નવી દિલ્હી : દેશની આન બાન અને શાન ગણાતો ત્રિરંગો થોડા દિવસ પહેલા જ અટારી બોર્ડ પર લગાવવામાં આવ્યો હતો. જો કે સૌથી ઉંચા ત્રિરંગાને હવે થોડો નીચો કરવો પડી શકે છે. જો કે તેના કારણે કોઇ દુશ્મન કે પાડોશી દેશ પાકિસ્તાન નથી. પરંતુ તેનું કારણ હવા છે. જે પોતાની પુરી તાકાતથી આ ત્રિરંગાને નુકસાન પહોંચાડે છે. ઝડપી હવાનાં કારણે દેશનો ઝંડો ઘણી વખત ફાટી ચુક્યો છે. ત્યાર બાદ અધિકારીઓએ તેને નીચો કરવાનો નિર્ણ લીધો છે.

આ ત્રિરંગો 120 ફૂટ લાંબો અને 80 મીટર પહોળો છે. ઝંડાના પોલનું વજન 55 ટન છે અને તેનાં નિર્માણ પર 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે 355 ફુટ ઉંચો આ ઝંડો લાહોરથી પણ જોઇ શકાય છે. અમૃતસર સુધાર ટ્રસ્ટ આ ઝંડાને 72 ફીટથી 48 ફૂટ કરવા માંગે છે. નાના ઝંડાનું વઝન ઓછુ થશે અને તેની કિંમત પણ ઓછી થશે. પહેલા જે ઝંડો લાગ્યો હતો તેનું વજન 100 કિલોથી વધારે હતો અને તેની કિંમત 1 લાખથી વધારે હતી. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાનાં અનુસાર ઝંડાની લંબાઇ 3 : 2 રાખવાની હોય છે.

આ ધ્વજને સ્થાપિત કર્યે એક મહિના કરતા પણ ઓછો સમય થયો છે. 1.25 લાખનાં આ ઝંડાને ત્રણ વખત બદલવામાં આવી ચુક્યો છે. ઝડપી હવાનાં કારણે આ ઝંડો વારંવાર ફાટી જાય છે. સમાચારો અનુસાર જ્યારે આ રાષ્ટ્રીય ધ્વજ ચોથીવાર ફાટ્યો ત્યારે રફૂ કરીને તેને બીજીવખત ફરકાવવામાં આવ્યો હતો. આ ત્રિરંગો 5 માર્ચે તત્કાલીન મંત્રી અનિલ જોશીએ ફરકાવ્યો હતો.

Navin Sharma

Recent Posts

PM મોદીને નોબલ મળ‍શે? ભાજપ નેતાએ પુરસ્કાર માટે નામાંકન કર્યું

નવી દિલ્હી: તામિલનાડુના ભાજપ અધ્યક્ષ તમિલીસાઈ સુંદરરાજને ગઈ કાલે કહ્યું હતું કે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના શરૂ કરવા માટે…

6 mins ago

મહિલાના ઘરમાં શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપીને હુમલો કરનાર યુવક ઝડપાયો

અમદાવાદ: નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલાના ઘરમાં ઘૂસીને તેની સાથે શારી‌િરક સંબંધ બાંધવાની માગણી કરીને હુમલો કરવાના ચકચારી કિસ્સામાં…

19 mins ago

સરકારી બેન્કોના વડા સાથે અરૂણ જેટલીની સમીક્ષા બેઠક

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલી આજે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડા સાથે એક બેઠક યોજશે, જેમાં બેન્કોના વાર્ષિક નાણાકીય દેખાવ અને…

28 mins ago

દેના બેન્ક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મર્જર પ્રસ્તાવને મંજૂરી

નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની દેના બેન્કના બોર્ડ ઓફ ડાયરેક્ટરે બેન્ક ઓફ બરોડા અને વિજયા બેન્ક સાથે પોતાની બેન્કના મર્જરને મંજૂરી…

30 mins ago

હિમાચલ પ્રદેશમાં તબાહીઃ ટ્રેકિંગ પર ગયેલા IIT-રુરકીના 35 વિદ્યાર્થી સહિત 45 લાપતા

શિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને બરફવર્ષાથી લાહોલ-સ્પીતિમાં ટ્રેકિંગ માટે ગયેલા ૪પ લોકો લાપતા થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર…

37 mins ago

બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતના બનાવઃ બેનાં મોત

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર અલગ અલગ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે કલોલના બિલેશ્વરપુરા નજીક બાઇકચાલક ગાય…

46 mins ago