ટ્રાવેલ કરવા મળતું હોય તો ભારતીયો ઓછા પગારની નોકરી કરવા પણ તૈયાર

એક અભ્યાસમાં નોંધાયું છે કે ભારતના ૪૩ ટકા બિઝનેસ-ટ્રાવેલર્સનું કહેવું છે કે જો તેમને કામ માટે થઈને વધુ ફરવા મળતું હોય તો તેઓ ઓછા પગારવાળી નોકરી માટે પણ તૈયાર છે. વિશ્વભરના લોકોની વાત કરીએ તો અાવું માનનારા લોકોની ટકાવારી ૩૦ ટકા જેટલી છે. એક સર્વે મુજબ લગભગ ૬૭ ટકા બિઝનેસ-ટ્રાવેલર્સે છેલ્લાબાર મહિનામાં તેમની બિઝનેસ-ટ્રિપને વધારીને ત્યાં રિલેક્સ થવાનો સમય પણ ગાળ્યો હતો. ગ્લોબલી અાવું કરનારા બિઝનેસ-ટ્રાવેલરોનું પ્રમાણ ૪૯ ટકા જેટલું છે. ૪૮ ટકા ટ્રાવેલર્સનું કહેવું છે કે ૨૦૧૭માં પણ તેઓ અા જ રીતે બિઝનેસ-ટ્રિપને રેલેક્સિંગ ટૂરમાં લંબાવવાનું વિચારી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like