SMSથી ટ્રેનની ટિકિટ બુક કરાવવા સાત કોઠા વિંધવા પડે!

અમદાવાદઃ રેલ યાત્રીઓની સુવિધા અર્થે રેલવે તંત્ર દ્વારા જે રેલ યાત્રી પાસે ઈન્ટરનેટની સગવડ ન હોય તેઓ પોતાના એન્ડ્રોઈડ મોબાઈલ પર એસએમએસ દ્વારા રેલ ટિકિટ ખરીદી શકે તેવી યોજના અમલી બની છે. પ્રથમ દૃષ્ટિએ અા યોજના કોઈપણ રેલ યાત્રીને તદન સરળ લાગે અને યાત્રી તેનો ઉપયોગ કરવા પ્રેરાય પરંતુ સરળ લાગતી મોબાઈલ દ્વારા ટિકિટ બુકિંગની વ્યવસ્થા વાસ્તવમાં એટલી જ અટપટી છે કે કંટાળીને રેલ યાત્રીએ વેબસાઈટ મારફતે કે એજન્ટ દ્વારા ટિકિટ ખરીદવાનું પસંદ કરવું પડે કે પછી રેલવે સ્ટેશનની લાઈનમાં ઊભા રહીને પણ ટિકિટ ખરીદવી વધુ સરળ લાગે.

સૌ પ્રથમ રેલ ટિકિટ ખરીદનાર ઈચ્છુક યાત્રીએ ૧૩૯ દ્વારા એસએમએસથી રજિસ્ટર્ડ થવું પડે તેનો ચાર્જ રૂ. ૩ ચૂકવવો પડે, ત્યારબાદ બેંકમાં પણ રજિસ્ટ્રેશન કરાવી બેંકનો અાઈડી લેવો પડે જેના પણ રૂ. ૩ ચુકવવા પડે અામ રૂ. ૬ તુરત જ ચુકવવા પડે, બે એસએમએસ ચાર્જીસ પછી જો પાંચ ટિકિટથી ઓછી અથવા ૫૦૦૦થી ઓછી કિંમતની ટિકિટ પર રૂ. ૧૦ વધુ ચુકવવાના થાય.

મોબાઈલ પર બે એસએમએસનો રૂ. ૬નો ખર્ચ કર્યા પછી જો જે તે ટ્રેનમાં ટિકિટ રિઝર્વેશન ન મળે તેમ હોય તો બીજી ટ્રેન માટે ફરી એ જ પ્રક્રિયામાંથી પસાર થવું પડે જેના કારણે સમય ઉપરાંત બીજા ૬ રૂપિયાનો એસએમસએસ ચાર્જ લાગે અામ જેટલી ટ્રેન માટે પ્રવાસી મેસેજ કરે તેટલા પ્રતિ રૂ. ૬ અને એટલો સમય પ્રવાસીએ અાપવો જ પડે. અા ઉપરાંત સૌથી મોટી મર્યાદા એ છે કે રજિસ્ટ્રેશનમાં માત્ર ટ્રેનનો નંબર જ લખવો પડે ટ્રેનનું નામ નહીં જે ફરી પ્રવાસીને વેબસાઈટ ખોળવા મજબૂર કરે તેના માટે ઈન્ટરનેટ જરૂરી બને અેટલું જ નહીં સ્ટેશન કોડ પણ લખવો ફરજિયાત છે. જે પ્રવાસીઓમાં મોટા ભાગના લોકોને ખબર હોતી નથી તેના માટે પણ સ્ટેશન કોડ મેળવવા ઈન્ટરનેટના ઉપયોગ કરી વેબસાઈટ ખોળવી પડે.

સબબર્ન સ્ટેશન સહિતના સ્ટેશન કોડ સહિત ટ્રેનના નંબરના લિસ્ટનો ઉતારો લઈને પ્રવાસીએ મોબાઈલ પર ટિકિટ બુક કરાવવા બેસવું પડે. તેમાંય પ્રવાસી પાસે ઈન્ટરનેટની સગવડ ન હોય અને સ્ટેશન કોડ કે ટ્રેન નંની માહિતી ન હોય અને પ્રવાસી મુસાફરીમાં કે બહાર હોય તો હોમવર્ક વગર ઈમર્જન્સીમાં મોબાઈલ દ્વારા ટિકિટ બુક કરાવી શકશે નહીં.

અેટલું જ નહીં રેલ પ્રવાસી પાસે બીએસએનએલનું સીમકાર્ડ હોય તો તેણે ફરજિયાત પણ અાંધ્ર બેંકનું પ્રિપેઈડ કાર્ડ ખરીદ કરવું પડે બાર મહિને કે બે વર્ષે એક વાર મુસાફરી કરતા રેલ પ્રવાસીને અાંધ્ર બેંક સાથે બીએસએમએલનું સીમ હોય તો ફરજિયાત ટ્રાયઅપ કરવું પડે.

You might also like